પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

મહેસાણા બિલાડીબાગમાં ભેગા થયેલા બંને પરિવારોની હાજરીમાં મહિલાના ઉગ્ર તેવરહતાશ યુવક એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યો

મહેસાણા: પરિણીત પિતરાઇ દિયર સાથે પ્રેમમાં પડેલી પત્નીના ફોટા તેના મોબાઇલમાં જોઇ પતિ સમસમી ગયો હતો. મહેસાણાના બિલાડી બાગમાં બંને પક્ષોની મિટિંગમાં યુવાને પોતે પરિણીત હોવા છતાં ભાભીને રાખવાનું રટણ કર્યું હતું, જ્યારે મહિલાએ તેના પતિને કહ્યું કે, હું તેની સાથે સંબંધ રાખીશ, તારાથી થાય તે કરી લેજે. મામલો ઉગ્ર બનતાં યુવાન એ ડિવિજન પહોંચી પત્ની અને તેના પ્રેમી સામે કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

કડીના એક ગામમાં રહેતા યુવાનને જ્યારે પોતાની પત્નીને અમદાવાદમાં રહેતાં ફોઇના પરિણીત પુત્ર સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થઇ ત્યારે ચોંકી ગયો હતો. આ અરસામાં તેના ફોઇએ પણ ફોન કરીને તારી વહુ મારા છોકરાના મોબાઇલમાં ફોટા મોકલે છે તેવું કહેતાં તે સમસમી ગયો હતો. પિતરાઇ ભાઇ સાથે પત્નીના સંબંધોથી તંગ આવેલા યુવાને બુધવારે બંને પક્ષોને મહેસાણા બિલાડી બાગમાં બોલાવી ચર્ચા કરી હતી. જેમાં ઘરજમાઇ તરીકે રહેતા યુવાનની પત્નીએ પ્રેમી સાથે સંબંધ રાખીશ તેવી સ્પષ્ટતા કરી છોકરા તારા છે તેમનું તારે જે કરવું હોય તે કર તેમ સંભળાવી દીધું હતું.