સુત્રોએ જણાવ્યુ હતુ કે, માત્ર સાત વર્ષમાં ભારેખમ હાઈવે પરનો પુલ બેસી જવો એ અત્યંત ગંભીર ઘટના બની ગઈ છે. જો નાગરિકોએ માર્ગ મકાન વિભાગને જાણ ન કરી હોત અને વાહનચાલકો પસાર થતાં રહ્યાં હોત તો મોટી દુર્ઘટના થવાની સંભાવના બની શકતી. સૌથી મોટો સવાલ છે કે, વર્ષ 2012 દરમ્યાન મુખ્ય ઈજનેર અને પુલ બનાવનાર કોન્ટ્રાક્ટરની ભૂમિકા શંકાસ્પદ બની હોઇ તપાસ થાય છે કે કેમ ? આ સાથે પુલ માટે કેટલી ગંભીરતા રાખી કામ કરવામાં આવ્યું હતું ? આ સવાલો અત્યંત મહત્વના બની ગયા છે.