મેઘરજ તાલુકા માં પીવાના તેમજ પશુપાલન માટે પાણીની અછત ને પગલે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા સરકારને માગણી

શેર કરવા અહીં ક્લિક કરો.

     અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં કુણોલ ગામે પાણીની અછત સર્જાયી દુષ્કાળની પરિસ્થિતિ સામે પ્રજાજન ત્રાહિમામ પોકારી રહી છે ત્યારે પાણી ની અછત ચારેબાજુથી વર્તાઈ રહી છે જ્યારે મેઘરજ તાલુકા માં પાણી અને ઘાસચારાની લોકો માં બુમરાડ પડી રહી છે ત્યારે 200 થી વધારે ગામો ના તળાવ માં પાણીનું એક પણ ટીપું નથી સૂકા ભંઠ ખેતરોમાં પશુઓ લીલા ઘાસચારા માટે તલપાપડ થઈ રહ્યા છે તો બીજી બાજુ પાણીના એક એક ટીપા માટે જિંદગી ફોફા મારી રહી છે આ વાત છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઉનાળાની અસહ્ય ગરમી ના કારણે જમીનમાં પાણીના સ્તર ઘટતા બોર અને કૂવામાં પાણીના સ્તર ખૂબ જ ઘટ્યા છે મેઘરજ તાલુકા માં પાણીની તંગી ના લીધે પાણી ની માગણી થઈ હતી તાલુકામાં ૧૨૯ જેટલા ગામડાઓમાં પાણી અને ઘાસચારા માટે પ્રજાજન વલખા મારી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં બે લાખ પશુઓની હાલત કફોડી બની છે મેઘરજ તાલુકાના કુણોલ ગામ ની વાત જ્યાં લોકો ખેતી અને પશુપાલન પર જીવન ગુજારી રહ્યા છે સિંચાઇ

 અને પાણી માટે ગામમાં ઊંડા કુવા અને બોર બનાવી રહ્યા છે પરંતુ બોર કે કૂવામાં પાણી નું એક પણ ટીપું જોવા મળતું નથી એના લીધે ઢોર ઢોખર મારવા પડ્યા છે ગામ ના પ્રજાજન દ્વારા મળતી માહિતી પ્રમાણે પશુપાલન માટે પાણીની ખૂબ જ જરૂરિયત છે ગામ ના દરેક વ્યક્તિ ના ઘરે બેથી ત્રણ પશુ પાલવી રહ્યા છે કુણોલ ગામમાં જેટલા બોર અને હેન્ડ પંપ બનાવ્યા છે છતાં પાણી નું એક પણ ટીપું જોવા મળતું નથી ગામમાં ૮૦૦૦ જેટલી વસ્તી આવેલી છે

શેર કરવા અહીં ક્લિક કરો.