મેઘરજ પોલીસે ખોખરાના બુટલેગરને દારૂ સાથે ઝડપ્યો

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,અરવલ્લી(તરીખ:૩૦)

અરવલ્લી જીલ્લામાં દારૂબંધી ના લીરેલીરા ઉડાડતી ઘટનાઓ સતત જોવા મળી રહી છે. દેશી-વિદેશી દારૂની રેલમછેલ યથાવત રહી છે. મેઘરજ પોલીસે ઉંડવા નજીક અંતરિયાળ વિસ્તાર માંથી પસાર તથા અમદાવાદ ખોખરાના બુટલેગરને બલેનો કારમાંથી ૫૦ હજારના દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. ધનસુરા પોલીસે બુટાલ ગામે ઘરે અને બાઈક પર હોમડિલિવરી આપતા બુટલેગર બંધુઓમાંથી એક બુટલેગરને ૫૩૦૦ રૂપિયાના વિદેશી દારૂ સાથે હોમડિલિવરી કરવા જતા દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.મેઘરજ પીએસઆઈ કે.એસ.સીસોદીયા અને તેમની ટીમે ઉંડવા નજીક અંતરિયાળ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથધરતાં પટેલઢૂંઢા ચાર રસ્તા નજીક બાતમીના આધારે નાકાબંધી કરી રાજસ્થાન તરફથી બલેનો કાર (ગાડી.નં-GJ-27-AP-6114 ) ને અટકાવી તલાસી લેતા કારની ડેકીની પાછળ સંતાડીને રાખેલી વિદેશી દારૂની બોટલ નંગ-૯૬ કીં.રૂ.૪૮૦૦૦/- તથા બિયર ટીન નંગ-૨૪ કીં.રૂ.૨૪૦૦/- જથ્થા સાથે યુવરાજસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા (રહે,નાણાવટી ચાલી, ખોખરા,અમદાવાદ) ને દબોચી લઈ બલેનો કાર અને મોબાઈલ મળી કુલ રૂ.૪૫૩૧૦૦/- નો જથ્થો જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.ધનસુરાના બુટાલ ગામે રહેતો વિશાલ કનુભાઈ પરમાર અને જીગર કનુભાઈ પરમાર ઘરે વિદેશી દારૂનો વેપલો કરતા હોવાની સાથે હોમડિલિવરી પણ આપતા હોવાની બાતમી મળતા ધનસુરા પોલીસે જીગર કનુભાઈ પરમારને બાઈક પર છૂટક વિદેશી દારૂની બોટલ સાથે દબોચી લઈ અને ઘરેથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૩ કીં.રૂ.૫૩૦૦/-નો જથ્થો જપ્ત કરી જીગર કનુભાઈ પરમારને દબોચી લઈ વિદેશી દારૂ અને બાઈક કુલ કીં.રૂ.૪૫૩૦૦/- ના મુદ્દામાલ ઝડપી પાડી. જીગર નામના બુટલેગરને જેલમાં ધકેલી દઈ વિશાલ કનુભાઈ પરમાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ફરાર વિશાલ નામના બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ગમ્યું તો આગળ શેર કરો.