ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રાજસ્થાન બોર્ડરને અડીને આવેલ આઢોડીયા ગામની સીમમાં થઈ ગુજરાતમાં ગુસાડાતા ગેરકાયદેસર દારૂ સાથે મેઘરજ પોલીસે એક ઈસમને રૂ.60,200 ના પ્રોહીબીશન મુદ્દામાલ સાથે ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

મેઘરજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પી.ડી.રાઠોડ અને પોલીસ કર્મીઓ પ્રોહીબીશન વોચમાં હતા તે દરમિયાન બાતમીના આધારે મેઘરજ પોલીસે આઠડીયાની સીમમાં રાજસ્થાન તરફથી એક ડીસ્કવર બાઈક ઉતર કંતાનના કોથળામાં દારૂ ભરીને આવતા ઈસમને ઝડપી પાડી કોથળામાં તપાસ કરતા ઓફિસર ચોઈસ અને પ્રીન્સ દેશી મદીરાના ક્વાટરીયા નં. 232 કિંમત રૂ.25,200 તથા ડીસ્કવર બાઈક નં.GJ31 H 2307 ની કિંમત રૂ. 35000 મળી કુલ રૂ.60,200 ના પ્રોહીબીશન મુદ્દામાલ સાથે ચાલક સુરેશ પ્રતાપ પગી રહે.કાસવાડા તા.માલપુર ને ઝડપી પાડી અન્ય એક પાછળ બેસેલ ઈસમ સહીત કુલ બે ઈસમો વિરૂધ્ધ પ્રૌહીબીશન એક્ટ હેઠળ ગુનોં નોંધી તપાસ હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: