ગઈકાલે ઉત્તરગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. કડાકાભડાકા સાથે મહેસાણામાં રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. મધ્યપ્રદેશથી અમદાવાદ સુધી રચાયેલા થંડરસ્ટોર્મને કારણે અમદાવાદમાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અમદાવાદ શહેરમાં 1 કલાકમાં એક ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. ગઢડામાં 92 મિમિ, દહેગામમાં 90 મિમિ, જાંબુઘોડામાં 77 મિમિ, કપડવંજમાં 72 મિમિ, વઢવાણમાં 61 મિમિ, માણસામાં 56 મિમિ, નડિયાદમાં 50 મિમિ, પડધરીમાં 49 મિમિ,છોટાઉદેપુરમાં 44, લુણાવાડામાં 43 મિમિ, સાણંદમાં 42 મિમિ, પેટલાદમાં 37 મિમિ, પાવી જેતપુરમાં 37 મિમિ, વાઘોડિયામાં 35 મિમિ, ઘોઘંબામાં 35 મિમિ, હાલોલમાં 35મિમિ, બોડેલીમાં 34 મિમિ, ગોધરામાં 34 મિમિ, સાયલામાં 33 મિમિ, ધોળકામાં 33 મિમિ, ધંધુકામાં 31 મિમિ, જલાલપોરમાં 31 મિમિ, ચુડામાં 30 મિમિ, આણંદમાં 30 મિમિ, સંતરામપુરમાં 30 મિમિ, સંજેલીમાં 30 મિમિ, તાલાલામાં 28 મિમિ, કઠલાલમાં 28 મિમિ, પાદરામાં 28 મિમિ, દેવગઢ બારિયામાં 27 મિમિ, ગાંધીનગરમાં 26 મિમિ અને અમદાવાદ શહેરમાં 26 મિમિ વરસાદ પડ્યો હતો.