ગરવીતાકાત,અરવલ્લી: બાવીસી ગોમતી વાળ બ્રાહ્મણ સમાજની અંદર મિત્ર મંડળ યોજના જેવી ચાલતી સામાજિક સુરક્ષા યોજના ના પ્રતિનીધીઓ ની મીટીંગ ઉત્કંઠેશ્વર મહાદેવ ખાતે સંપન્ન થઈ જે મિટિંગ માં સામાજિક સુરક્ષા અધ્યક્ષ શ્રી રાજેશભાઈ જોષી પ્રમુખ શ્રી કિરીટભાઈ મંત્રી શ્રી જીગરભાઈ ખજાન ચી શ્રી વૈભવ ભાઈ તથા મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા રાજેશભાઈ જોષીએ મીટીંગ ની શરૂઆત કરી સામાજિક સુરક્ષા યોજના વધુમાં વધુ સારી દિશામાં કઈ રીતે લઈ જવાય તે વિશેની સુંદર માહિતી પૂરી પાડી હતી જ્યારે પ્રમુખ કિરીટભાઈ એ સામાજિક સુરક્ષા ની અંદર સેવાના કાર્યો કઈ રીતે કરી શકાય અને જ્ઞાતિ મેમ્બરને વધુને વધુ ફાયદો કઈ રીતે આપી શકાય અને સામાજિક સુરક્ષા યોજનાનો ઝરણું નિરંતર વહેતું રહે તે દિશામાં યોગ્ય પગથિયા ગોઠવી સુંદર માર્ગદર્શન આપ્યું હતું અને ખજાનચી વૈભવ ભાઈએ એકાઉન્ટ ની વિસ્તૃત માહિતી રજૂ કરી હતી અને તેમની કાર્યશૈલીથી બધા જ પ્રતિનિધિ બહુ જ ખુશ જણાયા હતા જ્યારે મંત્રી જીગરભાઈ એ પોતાની આગવી છણાવટ થી વિસ્તૃત ચર્ચા કરી હતી અને પ્રતિનિધિઓએ તાળીઓના ગડગડાટથી બધાની વાતને વધાવી લીધી હતી તેમજ અધ્યક્ષ શ્રી પ્રમુખ શ્રી મંત્રીશ્રી અને અન્ય જ્ઞાતિજનોને હાજરીમાં નિર્ણય લેવામાં આવ્યા હતા મિત્ર મંડળ જેવી ચાલતી આ યોજના ને રજીસ્ટ્રેશન કરાવવા માટે પણ વિચારણા હેઠળ લાવવામાં આવી હતી ત્યારબાદ  ઉત્કંઠેશ્વર મહાદેવ ખાતે પ્રસાદી લીધી હતી અને મીટીંગનું સમાપન કર્યું હતું.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: