અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પ્રથમ ભારત યાત્રા દરમિયાન 25 ફેબ્રુઆરીના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મૂકેશ અંબાણી સહિત દેશના ટોચના ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજશે. ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હીમાં ભારતના ટોચના ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ભારત યાત્રા દરમિયાન ટોચના ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશેડોનાલ્ડ ટ્રમ્પ 25 ફેબ્રુઆરીએ મૂકેશ અંબાણી સહિતના ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશેઆ બેઠકની તમામ વ્યવસ્થા સ્વયં અમેરિકન દૂતાવાસ દ્વારા કરવામાં આવશે

ટ્રમ્પ સાથેની બેઠકમાં મૂકેશ અંબાણી ઉપરાંત સુનીલ ભારતી મિત્તલ, એન ચંદ્રશેખરન, આનંદ મહિન્દ્રા, એ એમ નાઇક અને કિરણ મજમુદાર શો ભાગ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને અમેરિકન કંપનીઓના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. ટ્રમ્પ સાથે ઉદ્યોગપતિઓની બેઠકમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અને બિઝનેસ રિલેશનને વધારવા માટે ચર્ચા-વિચારણા થશે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઉદ્યોગપતિઓની બેઠકની તમામ વ્યવસ્થા સ્વયં અમેરિકન દૂતાવાસ દ્વારા કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું છે કે ગેસ્ટનું લિસ્ટ મંજૂરી માટે વ્હાઇટ હાઉસને મોકલી અપાયું છે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી અને અમેરિકા-ભારતની બિઝનેસ સંસ્થાઓએ ટ્રમ્પની મિટિંગ માટે ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનનાં નામ સૂચવ્યાં છે.