મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સતિષ મકવાણાના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યુ

અમદાવાદ જીલ્લા પંચાયત ખાતેથી તાઃ-૧૭/૦૨/૨૦૨૦ના રોજ ગ્રામ્ય વિસ્તારના ધોલેરા અને માંડલ તાલુકાઓમાં દુર્ગમ અને અંતરીયાળ વિસ્તારના દર્દીઓને છાતીના એક્સ રે ની આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી મોબાઇલ મેડિકલ એક્સ રે વાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સતિષ મકવાણાના વરદ હસ્તે  લીલી ઝંડી આપીને વાનને પ્રસ્થાન કરાવવામાં આવેલ. આ પ્રસંગે જિલ્લા આર.સી.એચ.ઓ ડો.ગૌતમ નાયક, જિલ્લા રોગચાળા અધિકારી ડો.ચિંતન દેસાઇ, જિલ્લા ક્ષય અધિકારી ડો.દિક્ષીત કાપડીયા, એમ.ઓ.ટી.યુ વિરમગામ ડો.વિરલ વાઘેલા, ડીઆઇઇસીઓ સી.યુ ઠાકોર ઉપસ્થિત રહેલ હતા. આ મેડીકલ એક્સ રે વાનની મદદથી ટીબી ના લક્ષણો ધરાવતા વ્યક્તિઓની છાતીના એક્સ રે કરીને તે જ દિવસે રીપોર્ટ આપવામાં આવશે. સાત દિવસ દરમ્યાન થનાર આ કામગીરીથી ટીબીના દર્દીઓ શોધીને ટેલી રેડીયોલોજીના માધ્યમથી તપાસ સારવાર આપવામાં આવશે.

તસ્વીર અહેવાલ: વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ 

Contribute Your Support by Sharing this News: