BJP UPCOMING PROGRAMME IN GUJRAT

ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલનાં અધ્યક્ષસ્થાને ગઈકાલે પ્રદેશ ભાજપા કાર્યાલય “કમલમ્‌” ખાતે યોજાયેલ ચારે બેઠકો પૈકી એક બેઠક મુખ્ય પ્રદેશ અગ્રણીઓ, મહામંત્રીઓ સાથે મળી, બીજી બેઠક યુવા મોર્ચાની પ્રદેશ બેઠક, ત્રીજી બેઠકમાં દક્ષિણ-સૌરાષ્ટ ઝોન અને ચોથી બેઠક ઉત્તર-મધ્ય ગુજરાત ઝોનની બેઠક મળી હતી. મોડી સાંજ સુધી ચાલેલી આ ઝોન સઃ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ મહામંત્રીઓ તથા પ્રદેશ દ્વારા નિયુકત કરેલ જીલ્લા ચુંટણી ઈન્ચાર્જ , સ્થાનિક જીલ્લા ચુંટણી ઈન્ચાર્જ અને જીલ્લા પ્રમુખઓ હાજર રહ્યાં હતાં.

આ પણ વાંચો – મોદીજીના અસત્યાગ્રહના ઈતીહાશને કારણે ખેડુતોને વિશ્વાષ નથી : રાહુલ ગાંધી

પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ આવનાર છે. તેના ભાગરૂપે ગુજરાત ભાજપા દ્વારા પૂર્વતૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રદેશ ચિંતન બેઠક બાદ, દરેક જીલ્લા/મહાનગરોમાં ચિંતન બેઠકો યોજાઈ છે. તેમાં નક્કી થયાં મુજબ પ્રવાસ, બેઠક, વ્યવસ્થાલક્ષી, વિવિધ ઈન્ચાર્જો નિમણુંક તથા પેઈઝ કમિટી અંગેના થયેલ કામોની સમીક્ષા અને થઈ ગયેલ કાર્યક્રમોનું રીપોર્ટીંગ લેવામાં આવ્યું હતું.

આ પ્રદેશ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જ્યોતિગ્રામ જેવી જ યોજના કિસાન સૂર્યોદય યોજના અને નવી સોલાર યોજના સહિત ૪૦-૪૫ જેટલી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલ દ્વારા પેઈઝ કમિટીને મહત્વ આપતાં જણાવ્યું હતું કે, પેઈઝ કમિટી ચુંટણીઓ જીતવાનું બ્રહ્માસ્ત્ર છે. તેમજ કાર્યકર્તાઓને બેઠક,પ્રવાસ,આયોજન અને સોશીયલ મિડીયાના સંદર્ભમાં માર્ગદર્શન આપ્યું હતું.

આ પણ વાંચો – ખેડુત આંદોલનકારી ટુકડે ટુકડે,દેશવિરોધી ગેંગ-નીતીન પટેલનો બફાટ કે ડેલીબરેટેડ એક્ટ ?

પંડયાએ જણાવ્યું હતું કે, પ્રદેશ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર વિવિધ કાર્યક્રમો-આયોજનની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ આગામી કાર્યક્રમોની જાણકારી આપી હતી. તા.૧૨મી જાન્યુઆરી એ સ્વામી વિવેકાનંદ જયંતી પર ભાજપા યુવા મોરચા દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવશે તેમજ તા. ૨૩મી જાન્યુઆરી એ સુભાષચંદ્ર બોઝની જયંતી પર ભાજપા દ્વારા પૂર્વ સૈનિકો, સુરક્ષાકર્મીઓનો સંપર્ક-મુલાકાત કરવામાં આવશે. તા.૨૬ જાન્યુઆરી એ પરંપરા મુજબ ભાજપાના દરેક જીલ્લા કાર્યાલય પર ધ્વજવંદનના કાર્યક્રમ કરવામાં આવશે. તા.૩૦મી જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “મન કી બાત“ કાર્યક્રમને ગુજરાતનાં દરેક બુથમાં, નિશ્ચિત કાર્યકર્તાઓને જવાબદારી સોંપીને નિશ્ચિત સ્થાનો ઉપર કરવામાં આવશે. આગામી અઠવાડિયામાં પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ અને પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા ની ઉપસ્થિતિમાં મિડીયા, સોશીયલ મિડીયાનો વર્કશોપ તથા પાંચ પ્રદેશ મોરચાની સંયુકત બેઠકો કરવામાં આવશે.

Contribute Your Support by Sharing this News: