અમદાવાદ એક સમયે યુવતીઓ માટે સલામત ગણાતું અમદાવાદ હવે એ એવી સ્થિતિએ આવી ગયું છે કે મહિલાઓ તેમના ઘરમાં કે રસ્તામાં ક્યાંય સલામત નથી.શહેરમાં થોડા સમય પહેલાં સ્કુલે જતી છોકરીઓને રસ્તા પર અડપલાં કરતો પાર્શ્વ શાહ નામનો એક યુવક પકડાયો હતો.એ પછી હવે એક બીજા યુવકના એવા કરતુત સામે આવ્યાં છે જે સાંભળી શરમથી તમારૂ માથુ ઝુકી જશે. અમદાવાદમાં ગર્લ્સ હોસ્ટેલમાં મોડી રાતે ઘુસ એક યુવકે સુતેલી છોકરી સાથે અડપલાં કર્યા હતા એટલું જ નહીં પરંતું તેની સામે હસ્તમૈથુન પણ કર્યું હતું.જોવાની વાત એ હતી કે આ યુવકનું વિકૃતિ સીસીટીવીમાં કેદ થઇ હતી.

અમદાવાદના સીજી રોડ પર આવેલ એક ગર્લ્સ પીજીમાં ઘુસીને એક યુવકે હસ્તમૈથુન કર્યું હતું. નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર આવેલા પીજી હાઉસમાં 19 યુવતીઓ રહે છે. જેમાં એક મહિલા કેરટેકટર છે. સીસીટીવીમાં કેદ થયેલી આ વિકૃત ઘટનામાં. જ સ્પષ્ટ દેખાય છે કે, યુવક ગર્લ્સ પીજીમાં ઘૂસીને ભરનીંદ્રામાં સુતેલી કેરટેકર યુવતીના શરીર પર હાથ ફેરવે છે અને તેની સામે જ હસ્તમૈથુન કરે છે અને બાઇક પર બેસી ફરાર થાય છે.

આ ઘટનાના અહેવાલો પ્રકાશિત થયા બાદ મહિલાઓની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠ્યા છે. જેના પગલે બનાવની ગંભીરતાને જોતા ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી અને બાઈકના નંબરના આધારે યુવકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. મહિલા આયોગે તપાસના આદેશ આપ્યા છે અને પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માગ્યો છે.

આ ઘટના 14 જુને રાત્રે પોણો વાગ્યે બની હતી.આ વિકૃત યુવકે મોડી રાતે ધાબા પરથી નીચે ઉતરે છે અને ત્રીજા માળે કેરટેકરના રૂમમાં ચુપકીદીથી ઘુસે છે..પીળી ટીશર્ટ અને જીન્સ પહેરેલો આ શખસ ત્રીજા માળ પર પહોંચીને સોફા પર ઊંઘતી કેરટેકરને વાંધાજનક અડપલા કરવાનું શરૂ કરે છે.

એ પછી તે દરવાજો બંધ કરે છે અને ચોંકાવનારી રીતે તે રૂમમાં જ યુવતીની સામે હસ્તમૈથુન કરવાનું શરૂ કરે છે. દરવાજો બંધ કર્યા પછી હવે કોઈ અંદર આવશે નહીં તે રીતે નિશ્ચિંત થઈને યુવકે છોકરીની સામે ઉભા રહીને હસ્તમૈથુન કરે છે. આ કૃત્ય કર્યા પછી તે રૂમની બહાર નીકળી જાય છે અને અન્ય છોકરીઓના રૂમ સુધી પણ પહોંચી જાય છે.જ્યારે યુવકે અન્ય છોકરીઓના રૂમમાં જવાની કોશિશ કરી ત્યારે કેટલીક જાગી રહેલી છોકરીઓએ તેને જોઈને તેની પાછળ દોડી.

અન્ય છોકરીઓએ શખસને જોઈ લીધા પછી તેનો પીછો કર્યો તો તે ત્યાંથી નાસી ગયો અને નીચે ઉતરીને બાઈક લઈને ફરાર થઈ ગયો હતો. મહિલાની છેડતી અને તેની સામે જ હસ્તમૈથુનની ઘટના બાદ પીજીમાં રહેતી યુવતીઓમાં ભારે ડર વ્યાપી ગયો છે.