ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૧૦)

ડીસા તાલુકાના રસાણા મોટા ગામે આવેલા શ્રી નારસુગા વીર મહારાજના મંદિરે છેલ્લા ઘણા સમયથી પથરીની બીમારીથી પીડિત લોકો શ્રદ્ધાભેર દર્શને જાય છે. અને લોકો આસ્થાથી માથું નમાવતા હોય લોકોની પથરીની બીમારી અહીં વીર મહારાજની કૃપાથી દૂર થઇ જતી હોવાની પણ લોકવાયકા છે.

આજના આધુનિક યુગમાં લોકોના શરીરમાં ઘણી એવી બીમારીઓ ઘર કરી ગઈ છે. જે ડોક્ટરો પણ મટાડી શકતા નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લાના રસાણા મોટા ગામે આવેલા વીર મહારાજના મંદિરે શ્રદ્ધાથી આવતાં શ્રદ્ધાળુઓની પથરીની બીમારી અહીં શ્રદ્ધાથી માથું નમાવી દૂર થઇ જતી હોવાની ભારે લોકવાયકા છે. છેલ્લા ઘણા વર્ષોથી આ મંદિરે દૂર દૂરથી લોકો દર્શને આવે છે અને તેમની બિમારીઓ પણ દૂર થઈ જાય છે તેમ લોકો જણાવી રહ્યા છે. આ અંગે મંદિરના મહંત મહાદેવજી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે મંદિરે શ્રી વિર મહારાજની કૃપાથી શ્રદ્ધાભેર શિશ ઝુકાવતા શ્રદ્ધાળુઓમાં આજ સુધીમાં ૪૫૦૦ જેટલા દર્દીઓની પથરીની બીમારી દૂર થઈ છે. જે દર્દીઓની પથરી નીકળી જતી હોય છે તે પથરીઓને મંદિરના પ્રાંગણમાં કાચની શીશિઓ માં એકત્રિત કરવામાં આવે છે અને અહીં આવતા શ્રદ્ધાળુઓ  પણ પથરીની બીમારી દૂર થઇ જાય અને પથરી નીકળી જાય એટલે મંદિરમાં આવીને જમા કરાવતા હોય છે તે મંદિરના મહંત તેમજ અહી આવતા ભક્તો દ્વારા જણાવવામાં આવ્યું છે.
તસ્વીર અહેવાલ જયંતિમેતીય પાલનપુર