થરાદ પંથકમાં પણ બુધવારે રાત્રે વાવાઝોડાની અસર જોવા મળી હતી. રાતના સમયે ભારે પવન ફૂંકાતા થરાદના એસટી ડેપોની પાછળ આવેલા પ્રાઇવેટ વાહન પાર્કિંગમાં વર્ષો જૂનો લીમડો જડમૂળમાંથી ઉખાડી ધરાસાઈ થયો હતો.જોકે, રાતના સમયે લોકોની અવરજવર ન હોઈ મોટી જાનહાનિ ટળી હતી.આ ઉપરાંત થરાદ-વાવ હાઇવે ઉપર પણ વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો રોડ ઉપર પડ્યા હતા.