માણાવદરમાં સફાઈ મુદ્દે પૂર્વ પ્રમુખના નગરપાલિકા ના સતાધિશો સામે આકરા પ્રહાર

ગમ્યું તો આગળ શેર કરો.
માણાવદર નગરપાલિકા અખબારી અહેવાલો બાદ કેમ જાગી ? અત્યાર સુધી જે ગંભીર કોરોના વાયરસનો હાહાકાર છે ત્યારે આટલા દિવસો સુધી માણાવદર પાલિકા ના સતાધિશોની પોલંપોલ ખુલી છે. ગઇકાલે શાકમાર્કેટમાં સફાઈ કરી છે. અત્યાર સુધીમાં ઠેર ઠેર ભયંકર ગંદકી  દુર્ગધથી ખદબતી હતી જે બેદરકારી ને કારણે 35 હજાર લોકોની જીંદગી સાથે ચેડા કર્યો નો આક્ષેપ થઇ છે. કોરોના વાઇરસ એક મહિના થી થયો છે. ત્યારે અખબારી અને ટી.વી ચેનલોના અહેવાલો પ્રસિધ્ધ થયા બાદ ગઇકાલે કોરોના વાઇરસથી બચવા માટેના બેનરો શહેરમાં લગાડવામાં આવ્યા છે. ત્યારે આટલા દિવસો સુધી ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને કોન્ટ્રાક્ટરો શું કરતા હતા ? તેવું લોકોમાં ચર્ચાઇ રહયું છે. મહિને લાખો રૂપિયા ના બીલ કોન્ટ્રાક્ટરના નામે ચુકવાય છે તેની તપાસ જો ભાવનગર કમિશ્નર દ્રારા કરવામાં આવે તો ધણી બધી ચોંકાવનારી હકીકતો બહાર આવે તેમ છે. અત્યાર સુધી પદાધિકારીઓ અને સતાધીશોએ  ભાજપ સરકારની વખતો વખતની સુચના કોરોના રોગ અટકાવવા પાગલ લેવાની  કોઇ દરકાર નથી કરી જે ભાજપ સરકાર ની ખુલ્લેઆમ ઉલાળીયો કર્યો તે આજની સફાઇ કામગીરી કરી તેજ બતાવે છે તેવું માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવજીભાઇ ઝાટકિયા એ જણાવેલ છે. આ સફાઇ કામગીરી ન કરી ને અને દવા છંટકાવ કે કોરોના વાઇરસના બેનરો દ્રારા જાગૃતિ કરી ન હતી તેજ 35 હજારની જનતાની જીંદગી સાથે ચેડા સમાન છે ત્યારે ભાજપ સરકાર જનહિતમાં યોગ્ય પગલાં ભરે તેવી માંગણી કરી છે.
ગમ્યું તો આગળ શેર કરો.