ગરવીતાકાત,અરવલ્લી: વરસાદે વિરામ લીધા પછી ફરીથી અરવલ્લી જીલ્લામાં ધમાકેદાર એન્ટ્રી કરી છે ડેન્ગ્યુ,મેલેરિયાના મચ્છરોનો ઉપદ્રવ વધે તેવી શક્યતા છે.આ મચ્છરોને ઉગતા જ ડામી દેવા માટે માલપુર તાલુકા આરોગ્ય કચેરી સજ્જ બની છે આ માટે તંત્ર દ્વારા ગપ્પી માછલીઓનો નવતર પ્રયોગ હાથધરી તાલુકાના તમામ જળાશયો અને રહેણાંક વિસ્તારોમાં પાણી સંગ્રહના સ્થળોએ ગપ્પી માછલીઓ મુકવામાં આવી છે

માલપુર તાલુકા આરોગ્ય અધિકારી ગોસ્વામી ના જણાવ્યા અનુસાર, તંત્ર દ્વારા બાયોલોજીકલ કંટ્રોલ મેથડ સઘન બનાવવામાં આવી છે જે અંતર્ગત ગપ્પી માછલીઓ મુકવાની કામગીરી હાથધરવામાં આવી છે ગપ્પી માછલીઓનો મુખ્ય ખોરાક મચ્છરોના પોરા છે મચ્છરોનું બ્રીડીંગ થતું હોય તેવા સ્થળોએ ગપ્પી માછલીઓ છોડવામાં આવતા મચ્છરોની ઉત્તપત્તિને જડમુળ માંથી જ ડામી શકાય છે જે જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે અને પ્રજાજનો દ્વારા સંગ્રહિત થતા પાણીના સ્થળોએ જેવા કે પાણીના ટાંકા, ભૂગર્ભ ટાંકા, તાલુકામાં આવેલા તમામ જળાશયો અને પાણી સંગ્રહ થતા તમામ સ્થળોએ ગપ્પી માછલીઓ મુકવામાં આવી છે તદઉપરાંત વરસાદી પાણીના નિકાલ અને લોકોમાં જનજાગૃતિ લાવવા માટે ખાસ અભિયાન પણ હાથધરવામાં આવશેનું જણાવ્યું હતું

માલપુર તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે પુરજોશમાં પોરોનાશક કામગીરી,સ્પ્રેયિંગ અને ફોગીંગ ની કામગીરી પણ હાથધરવામાં આવી છે

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

બીજા સાથે સમાચાર શેર કરો.