માલણ- ગંગાપુરા પ્રાથમિક શાળાના બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરાયું 

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવીતાકાત,પાલનપુર(તારીખ:૧૮)

પાલનપુર તાલુકાના માલણ ગામે આવેલી એમ.એ.સોની પ્રાથમિક શાળા તથા ગંગાપુરા પ્રાથમિક શાળાના બાળકોને શિયાળાની ઋતુમાં સ્વેટર આપી વિદ્યાર્થીઓ માટે સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. હાલમાં શિયાળાની ઋતુમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ગરમ કપડાં ખરીદવા મુશ્કેલ હોય છે. તેવા સમયે ડીસાના શ્રેષ્ઠી વાસુભાઇ મુળચંદભાઇ ખત્રી તરફથી ઉપરોકત બન્ને શાળાઓના બાળકોને ગરમ સ્વેટર આપવામા આવ્યા છે. આ પ્રસંગે માલણ પ્રાથમિક શાળાના આચાર્ય રમીલાબેન પટેલ તથા ઉકરડા ધુણીના મહંત ચીનુભારથી મહારાજ તેમજ શાળાના બાળકો અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

તસ્વીર અહેવાલ જયંતિ મેતિયા પાલનપુર 

શેર કરવા અહીં ક્લિક કરો.