• નર્મદા કેનાલમાંથી બંને પ્રેમીપંખીડાંની લાશ મળતાં પોલીસે મૃતકોના પરિવારને બોલાવ્યા
  • સમાજ રાહે સમાધાન કરી પોલીસ ફરિયાદ ન નોંધાવી
  • આત્મહત્યા કરવાનું કારણ અકબંધ

ગરવીતાકાત કડી: કડી નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ગુરુવારે પ્રેમી પંખીડાંએ એકબીજાને દુપટ્ટાથી બાંધી કેનાલમાં કૂદી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે.આ અંગે પોલીસે બંનેના પરિવારને બોલાવતાં બંને પરિવારોએ સમાધાન કરી લેતાં પોલીસ ફરિયાદ કરવાનો ઈન્કાર કર્યો હતો.

કડી નજીક લક્ષ્મીપુરા ગામને અડીને પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ઓઘડનાથ મહાદેવ પાસે કેનાલમા બે લાશ ગુરૂવારે સવારે તરતી દેખાઈ હતી.કડી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને સ્થાનીક તરવૈયાઓની મદદથી બહાર કાઢી હતી.કડીનો દેવીપૂજક રાહુલ અને નેહા એકબીજાને દુપટ્ટાથી બાંધી કેનાલમા પડી આપઘાત કર્યો હોવાનુ બહાર આવ્યુ હતુ.પોલીસે બંન્ને મૃતકોના વાલી વારસોને જાણ કરતા તેમણે સમાજ રાહે સમજાવટથી મામલો પૂર્ણ કરી પોલીસ કાર્યવાહી કરવાનો ઈન્કાર કરતા એએસઆઈ ભગવાનજીએ યુવક અને યુવતીના પરિવારજનોના નિવેદન લઈ બંન્નેની લાશ વાલી વારસોને સોંપવામાં આવી હતી.

Contribute Your Support by Sharing this News: