પ્રેમ આંધળો હોય છે તે ઉચ નીચ કે કોઇ ઉંમર પણ જોતો નથી. શહેરમાં આ હાલમાં થોડુ સામાન્ય બન્યુ છે પરંતુ જો આ કિસ્સો દેશનાં કોઇ ગામડામાં બન્યો હોય તો તે પ્રેમી જોડા માટે ખતરનાક સાબિત થાય છે. ઘણીવાર તમે જોયુ હશે કે પ્રેમી જોડાને સમાજ જલ્દી સ્વિકારતુ નથી અને તેને સજાનાં ભાગ રૂપે બિરાદરીથી બહાર કરી દે છે. તેવુ જ કઇક હરયાણાનાં એક ગામમાં બન્યુ હતુ. જ્યા એક 22 વર્ષીય યુવકને પરણિત 35 વર્ષીય મહિલા સાથે પ્રેમ થઇ જાય છે અને તેઓ સમાજનાં ડરે ઘરેથી ભાગી જવાનુ નક્કી કરે છે. દરમિયાન તેઓ ગામનાં લોકોનાં હથ્થે ચઢી જાય છે. જે પછી ગામનાં લોકો તે બંન્નેને જુત્તાનો હાર પહેરાવીને ગામમાં ફેરવે છે.

આ સમગ્ર મામલાનો વીડિયો વાયરલ થયો છે. જેમા સ્પષ્ટ થાય છે કે કેવી રીતે તે બંન્નેને ગામનાં લોકો સજા આપી રહ્યા છે. કરનાલ થાના સદર વિસ્તારમાં આ પ્રેમી જોડાને ઢોર માર મારવામા આવે છે અને તેમનુ મોઢુ કાળુ કરી તેમને જુત્તાનો હાર પહેરાવવામા આવે છે અને ત્યારબાદ ગામમાં તેમને ફેરવવામાં આવે છે. આ મામલે પૂર્વ સરપંચનાં ઘરે તેમને લઇને જવામાં આવે છે અને ત્યા તેમને સજા સંભળાવવામાં આવે છે. આ પ્રેમી જોડા અલગ-અલગ સમાજનાં છે. સમાજનાં લોકોનાં અનુસાર, મહિલા વિવાહિત છે અને તેને બે બાળક પણ છે તેમ છતા તેઓ પ્રેમમાં પડી ભાગી ગયા હતા. મળતી માહિતી અનુસાર મહિલા બીજી વખત યુવક સાથે ભાગી હતી.

ગામમાં પ્રેમી જોડાને સજા આપવા માટે બંને બિરાદરીએ ગામનાં પૂર્વ સરપંચનાં ઘરે પંચાયત યોજી હતી. બંને પ્રેમીઓને ઢોર માર મારવામાં આવ્યો અને તેઓનાં મોઢા કાળા કરવામાં આવ્યા હતા જે પછી તેમના ગળામાં જૂત્તાની માળા લગાવી ગામમાં ફેરવવામાં આવ્યા હતા અને વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે યુવકનું કહેવુ છે કે હવે હુ માત્ર મરવા જ માંગુ છુ કારણ કે મારી ઇજ્જત રહી નથી. આ સાથે તે પણ કહ્યુ કે તે મહિલાને ઘણો પ્રેમ કરે છે. યુવકે ગામનાં લોકો પર આરોપ લગાવતા કહ્યુ કે, પહેલા તેમને પૂર્વ સરપંચનાં ઘરે લઇ જવામાં આવ્યા. જ્યા તેમની સાથે મારપીટ કરવામા આવી, ઘણા અપશબ્દો બોલવામાં આવ્યા. તેટલુ જ નહી તેના મોઢામાં પેશાબ પણ કરવામા આવ્યો અને પછી તેના ગુપ્તાંગમાં એક સળિયો ઘુસાડી દેવામાં આવ્યો. આ મામલો સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી અને બંન્નેનાં મેડિકલ ચેકઅપ કર્યા બાદ અંદાજે દસ લોકો સમક્ષ કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: