ગરવીતાકાત પાલનપુર: અંગ દઝાડતી ગરમી વચ્ચે અરજદારોને પીવાના પાણીના પણ ફાંફાં, વોટર કુલર શોભાના ગાઠીયા સમાન જનસેવા કેન્દ્રમાં હાલમાં નોન ક્રિમિલિયર અને આવક તેમજ જાતિ સહિતના દાખલા કઢાવવા માટે અરજદારોની લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે. ત્યારે અંગ દઝાડતી ગરમીમાં અરજદારોને પાલનપુરના જનસેવા કેન્દ્રમાં પીવાનું પાણી પણ નસીબ થતું નથી કારણ કે જનસેવા કેન્દ્રમાં મૂકવામાં આવેલું વોટર કુલર છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોય શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર શહેરમાં મોટાભાગની કચેરીઓ આવેલી છે. જેમાં જાતિના દાખલા મેળવવા તેમજ આવકના દાખલા મેળવવા અને અન્ય સર્ટિફિકેટ મેળવવા માટે પાલનપુર ખાતે જનસેવા કેન્દ્ર કાર્યરત છે. જેમાં હાલમાં શાળાઓ તેમજ કોલેજોમાં એડમિશન શરૂ થતાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા માટે અરજદારોની લાંબી કતારો લાગેલી રહે છે. જોકે છેલ્લા ઘણા સમયથી પાલનપુરના જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારી

ઓ દ્વારા કેટલાક લોકોને ધક્કા ખવડાવતા હોવાનું અને પોતાના અંગત માણસોના કામ કરતા હોવાની રાવ ઉઠી છે. તે ઉપરાંત હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જનસેવા કેન્દ્રમાં આવતા અરજદારોને પીવાનું પાણી પણ મળતું નથી. કારણ કે જનસેવા કેન્દ્રમાં મુકવામાં આવેલુ વોટર કુલર છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં પડેલ હોય કાળઝાળ ગરમીમાં લોકોને પાણી માટે પણ કચેરીમાં વલખા મારવાનો વારો આવ્યો છે. ત્યારે આ બાબતની ગંભીર નોંધ લઇ પાલનપુરના જનસેવા કેન્દ્રમાં ચાલતી લાલિયાવાડી સામે જિલ્લા કલેક્ટર પગલાં ભરે તેવી જનમાંગ ઉઠવા પામી છે.

Contribute Your Support by Sharing this News: