મોબાઇલ ચોરી કરતા બે ઇસામોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણા

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૨૩)

મહેસાણા, પોલીસ અધિક્ષકશ્રી, મનીષ સિંહ સાહેબનાઓએ મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ બનતા અટકાવવા માટે આપેલ સૂચનાઓ આધારે એલ.સી.બી. મહેસાણા પોલીસ ઇન્સ.શ્રી એસ.એસ.નિનામા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એમ.આર.રાઠોડ તથા અ.હેડ કોન્સ. કરમણભાઇ બિજલભાઇ તથા પો.કોન્સ. જોરાજી કડવાજી નાઓ કડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. જોરાજી કડવાજી નાઓને મળેલ બાતમી હકીકત આધારે કડી સ્ટેશન રોડ ઉપર બે ઇસમો ચોરીના મોબાઇલ વેચવા ફરતા હોય જે બંને ઇસમો

(૧) દંતાણી વિષ્ણુભાઇ ચુનાભાઇ રહે. કડી, રેલ્વે સ્ટેશન નજીક, છાપરામાં તા.કડી જી.મહેસાણા તથા (૨) દંતાણી વિષ્ણુભાઇ ખેમાભાઇ રહે. કડી, રેલ્વે સ્ટેશન નજીક, છાપરામાં તા.કડી જી.મહેસાણા નાઓને પકડી પાડી તેમની પાસેના ત્રણ મોબાઇલ (વીવો કિ.રૂ.૩૦૦૦/-, એપ્પલ કિ.રૂ.૧૦૦૦૦/- અને લીનોવો કિ.રૂ.૪૦૦૦/-) વિશે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા હોય અને આ મોબાઇલ સિધ્ધપુર મુકામે ભરાયેલ મેળામાંથી ચોરી કરેલાની કબૂલાત કરતા હોય ઉપરોક્ત ત્રણેય ઇસમોને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટક કરી ચોરીના ૦૩ મોબાઇલ કુલ કિ.રૂ.૧૭૦૦૦/- ના મુદ્દામાલ સહિત કબજે લઇ કડી પોલીસ સ્ટેશન ખાતે વધુ કાર્યવાહી સારૂ સોંપેલ છે .

ગમ્યું તો આગળ શેર કરો.