કડીમાં કઠણાઇ,વેદના સાંભળો નગરપાલિકા! કરણનગર રોડ વિસ્તારમાં જાવો તો તરાપો કે હોડી લેતા જજો !

શેર કરવા અહીં ક્લિક કરો.

આલીશાન બંગલા બાંધ્યા, સરકારને વેરા ભર્યા પણ વેદનાથી છુટકારો ન મળ્યો

કડીમાં સવારથી જ વાદળ છાયું વાતવરણને લઇને ભારે વરસાદની લોકો રાહ જોઈને બેસી રહ્યા હતા ત્યારે વહેલી સવારે 8 વાગ્યા થી 10 વાગ્યા સુધી મેઘરાજાએ જોરદાર બેટિંગ સાથે 2 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર કડી શહેરમાં પાણીની નદીઓ વહેતી જોવા મળી રહી હતી. એવામં ઘણા બધા નીચાણ વાળા વિસ્તારોમાં તો પાણીથી ગરકાવ પણ જોવા મળ્યા હતા. કરણનગર રોડ અને નાની કડી વિસ્તારએ હાલના સમયમાં વિકાસમાં આગળ વધી રહ્યો છે ત્યારે નગરપાલિકાના સતાધીશોની નફ્ફટાઈના કારણે નધણીયાતો  જાણે થઈ ગયો હોય તેવો અહેસાસ અહીંના રહીશો કરી રહ્યા છે. આ બને વિસ્તારોમાં લોકોએ મોટા મોટા બંગલા રહેવા માટે બનાવી દીધા પરંતુ તેઓને નગરપાલિકા તરફથી મળવી જોઈએ તેવી પાયાગત સુવિધાઓ વર્ષો વીતી જવા છતાં પ્રાપ્ત થઇ નથી. નગરપાલિકાની ઘંટીમાં અહીંની પ્રજા પીસાઈ રહી હોવાની ફરિયાદો સાંભળવા મળી છે. કડીના અતિ સમૃદ્ધ ગણાતા આ બને વિસ્તાર કરણનગર રોડ અને નાની કડી વિસ્તારમાં લોકોએ લાખો કરોડો રૂપિયાના ખર્ચે પોતાના આવાસો બનાવ્યા છે.
શહેરના આ વિસ્તારમાં રહેણાંક કર્યા પછી અનેક પ્રકારે શુખ શાંતિ પ્રાપ્ત થશે તેવું લોકો માની રહ્યા હતા પરંતુ અહીંની નગરપાલિકા કોઈ કાળે તેમને જોઈતી સુખ શાંતિ આપવા ન માંગતી હોય તેવું જણાઇ આવે છે. આ બને વિકાસિલ વિસ્તારમાં વર્ષોથી લોકોને અનેક પ્રકારે અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે અહીંના રહીશો પાલિકામાં નિયમિત રીતે વેરાની ભરપાઈ કરી છે છતાં પાલિકા દ્વારા ઊભી થતી અસુવિધા ને મુંગે મોઢે સહન કરી રહ્યા છે.
જાણકારોના જણાવ્યા પ્રમાણે પાલીકાએ કરવી પડતી કામગીરી અહીં યોગ્ય રીતે થતી નથી અને કોઈ રહીશ આ બાબતે ફરિયાદ કરે તો તેઓને દાદ પણ દેવાતી નથી.પાલિકા તંત્રમાં રજૂઆત કરી કરીને થાકયા પછી પણ સમસ્યાઓનો કોઈ નિવેડો પાલિકાના સતાધીશો લાવતા નથી.એ પછી કહેવાય છે કે લોકોએ હિંમત હારીને રજૂઆતો કરવાનું બંધ કરી દીધું અને પાલિકાના સત્તાધીશોને ફાવતું મળી ગયું હોય તેવા આક્ષેપો પણ થઇ રહ્યા છે. કડીના  ઘણા બધા વિસ્તારોમાં રહીશોને વર્ષોથી વરસાદી પાણી ભરાઇ જવાની સુવિધા સતાવી રહી છે. અહી સામાન્ય વરસાદ પડે અને ગુંઠણ સમાં પાણી ભરાઇ જાય છે. જેને લઇને અહીં રહેતા લોકોને ઘરથી બહાર નીકળવું દુષ્કર થઇ પડે છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોને ઘરની બહાર જવું હોય તો કેવી રીતે માર્ગ પસાર કરવો તે પ્રશ્ન થઈ પડે છે. થોડી માત્રામાં પડતાં વરસાદથી અહીંના માર્ગો પર પાણી ભરાઇ જતાં એક સોસાયટીમાંથી બીજી સોસાયટી અથવા તો શહેરનાં કોઈ વિસ્તારમાં જવું હોય તો તરાપો કે હોડી લઇને જવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
વરસાદી પાણી ઓસરતા બે – ત્રણ દિવસ લાગી જાય છે. કહેવાય છે કે વરસાદી પાણી પાતાળમાં ઉતારવા માટે બોરકુવા બનાવ્યા છે પરંતુ તે  બોરકુવા પણ માત્ર ને માત્ર લોકોનું નજરાણું બની રહ્યા છે જો આગામી સમયમાં વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય આયોજન નહિ કરવામાં આવેતો તંત્ર ના જે તે અધિકારીઓને જન રોષનો ભોગ બનવું પડે તેવી પણ સંભાવનાઓ જોવાઇ રહી છે. કડી શહેરમાં બનાવેલ કરોડો રૂપિયાના ખર્ચ બનાવેલ બે અંડર બ્રિજ પાણીમાં ડૂબ્યાં પ્રજાજનોના જ્યારે રૂપિયા પણ ડૂબ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ  અંડર બ્રિજમાં પાણી ભરાઇ જતાં ત્યાંથી વાહનચાલકો માટે રસ્તો બંધ કરવો પડે છે. અન્ય માર્ગથી વાહનચાલકોને પસાર થવું પડે છે અને મોટા વાહનનોને કારણે ટ્રાફીકની સમસ્યાઓ પણ જોવા મળી રહી છે. પ્રજાજનોને ટ્રાફીકની સમસ્યાઓ ભોગવી ના પડે તે માટે આ અંડર બ્રીજ બનાવવામાં આવ્યો છે પણ આવા સમયમાં તેમને કોઈપણ જાતની સગવડ મળી રહેતી નથી અને ઠેર ઠેર ટ્રાફીકની સમસ્યાઓ જોવા મળી રહેતી હોય છે.

પાણી ભરાય એટલે મહેમાનો ને પણ કહેવું પડે કે હમણાં ધરે ન આવતાં 

કડીના ઘણા બધા વિસ્તારોમાં વરસાદી પાણીનો યોગ્ય જગ્યાએ નિકાલના થતાં પાણી ભરાવવાની સમસ્યાઓને લઇને અહીંના રહીશો તો પરેશાન છે, પરંતુ એ રહીશોના ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો રહીશોએ તેમને કહેવું પડે છે કે હમણાં બે – ચાર દિવસ ના આવતા અમારા ઘરમાં કે ઘર આગળ બહુ જ પાણી ભરાઇ ગયું છે. એટલુંજ નહિ અમુક રહીશોએ તો વ્યંગ સાથે કહ્યું હતું કે અમે તો મહેમાનો ને કહી દઈએ છીએ કે અમારા ઘરથી બહાર નીકળવું હોય તો હોડી કે તરાપો લઇને નીકળવું પડે છે. તમારે પણ આવવું હોય તો પાણીમાં તરવાના સાધન લઈને આવજો એવું કહેવું પડે છે!
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.