અંબાજી મંદિરે નવરાત્રીમા અદભૂત ટેકનોલોજી વાળી લાઈટો લગાવવામાં આવી છે. જેમાં અંબાજી મંદિર ખાતે થીમ બેન્ડ ઇન્ટેલીજન્ટ કોનસેપ્યુચલ લાઈટિંગ થી મંદિર શણગારવામાં આવ્યું છે. આ લાઈટનીંગ ની કામગીરી અમદાવાદ ની ખાનગી કંપની દ્વારા વિના મૂલ્યે સેવા પૂરી પાડવામાં આવી છે. આ લાઈટનીંગમાં સીસ્ટમમાં રોજે રોજ માઈ ભકતો રાત્રે મંદિર ની અલગ અલગ લાઈટિંગ નીહાળી શકશે.

આ પણ વાંચો – મહેસાણા જિલ્લા પંચાયતના એકાઉન્ટ શાખાનો લાંચીયો સિનિયર કલાર્ક ઝડપાયો

નવરાત્રીના 9 દિવસ સુધી આ લાઈટિંગ મંદિર પર શણગાર રૂપે જોવા મળશે. અંબાજી મંદિરના સુવર્ણ શિખર, ચાચરચોક અને શક્તિ દ્વાર સુધી આ લાઈટિંગ શરૂ કરાઇ ભક્તો પ્રથમ વાર આ લાઈટિંગ નવરાત્રી દરમિયાન અદભૂત નજારો જોઈ શકશે. આ લાઈટિંગ મા સિટી કલર, મુવિંગ હેડ, રાયધેન બેટન, એલઈડી પર એલઇડી વોશ જેવી અદભૂત ટેકનોલોજી થી 600 થી વધુ લાઈટો નો નજારો અંબાજી ખાતેના મંદીરે લોકો નીહાળી આંનદની માણી શકશે.