ક્ષત્રિય આહીર સમાજ દ્વારા યાદવ સાંસદોને લખાયો પત્ર,સેનામાં રેજીમેન્ટના મુદ્દાને સંસદમાં ઉઠાવવા રજુઆત

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,તારીખ:૦૯ 

સાથેજ દેશના તમામ સાંસદોને રાષ્ટ્રરક્ષા હેતુની માંગણીના મુદ્દાને સંસદમાં ઉઠાવવા વિનમ્ર અપીલ

ક્ષત્રિય આહીર સમાજની વર્ષો જૂની માંગણી ‘આહીર રેજીમેન્ટ’ માટે દેશના ખૂણે ખૂણે જાગૃતતા આવી છે અને દેશના ખૂણે ખૂણે થી ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટના નિર્માણ માટે અવાજ ઉઠી રહ્યો છે ત્યારે ગુજરાત ક્ષત્રિય આહીર સમાજ દ્વારા ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટના ગઠન માટે દેશના તમામ યાદવ સાંસદોને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે કે કરોડો બલિદાનોનો ઇતિહાસ ધરાવનાર આહીર(યાદવ) સમાજ જ્યારે રેજીમેન્ટનો પૂરો હકદાર હોય ત્યારે વર્ષોથી માગણી કરવામાં આવતી હોવા છતાં હજુ સુધી રેજીમેન્ટ નું ગઠન કરવામાં આવી રહ્યું નથી ત્યારે સાંસદો ને વિનંતી કરવામાં આવી છે કે થોડા સમય પેલા જ હરિયાણા બે સાંસદશ્રીઓએ ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટના ગઠન માટે સંસદમાં અવાજ ઉઠાવ્યો હોય ત્યારે આપ તમામ યાદવ સાંસદો પણ રાષ્ટ્રહિત અને રાષ્ટ્રરક્ષા હેતુની આ માગણી માટે સંસદ માં અવાજ ઉઠાવો એવી આહીર સમાજ તેમજ ખાસ કરીને યુવાનોની આશા અને અપેક્ષા છે, વધુમાં આહીર સમાજે પત્રમા જણાવ્યું હતું કે અત્યારે સેનામાં અનેક જાતિની રેજીમેન્ટ હોઈ ત્યારે ક્યાંક ને ક્યાંક ભેદભાવપૂર્ણ નીતિ દેખાય આવે છે,માટે આ ભેદભાવપૂર્ણ નીતિને પૂર્ણ વિરામ આપવા તેમજ તમામ જાતિને,ખાસ કરીને આહીર જવાનોએ આપેલા બલિદાનોને ધ્યાનમાં રાખી આહીર રેજીમેન્ટનું ગઠન કરવામાં આવે.

ઐતિહાસિક યુદ્ધોને યાદ કરતા આહીર સમાજે જણાવ્યું હતું કે વિશ્વના ૮ ભયંકર યુદ્ધમાં ભારતના જે યુદ્ધનો સમાવેશ થાય છે તે રેઝાંગલા યુદ્ધમાં ૧૧૪ વીર અહીરોએ ૨૦૦૦ થી વધુ ચીની સૈનિકોનો ખાત્મો કર્યો હતો અને શહીદી વહોરી હતી અને આ તકે ચીન દ્વારા પણ આ સૈનિકોને સેલ્યુટ કરવામાં આવ્યું હતું અને શુરવીરોમાં શૂરવીરનું બિરુદ મળ્યું હતું.

ગમ્યું તો આગળ શેર કરો.