વડાપ્રધાનનના સ્વચ્છતા લીરેલીરા ઉડાવતા સત્તાધીશો સામે કાર્યવાહી થશે કે જેમ તેવા સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. 

ગરવીતાકાત રાધનપુર: સ્વચ્છતા અભિયાનના ધજાગરા બોલાવતું રાધનપુરનું તંત્ર કામગીરીમાં નિષ્ફળ જોવા મળી રહ્યું છે રાધનપુર પોસ્ટ ઓફિસ તેમજ અન્ય જાહેર વિસ્તારમાં ગટરો ઉભરાતી જોવા મળે છે પાટણ જિલ્લામાં સફાઈ કામગીરી માં તંત્ર નિષ્ફળ ગયું હોય તેમ જણાઈ રહ્યું છે.તેમાં રાધનપુરમાં ગંધકીથી રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વરચે સ્વચ્છતા અભિયાન ના ધજાગરા બોલવાઈ રહ્યા છે.રાધનપુરમાં ગટર લાઈન ઉભરાઇ જવાથી ગંદકીથી ખદબડી રહી છે તો પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સફાઈ અભિયાન પાછળ ધુમાડાબંધ ઉડાવવામાં આવતા નાણાં સત્તાધીશોના ખિસ્સામાં જાય છે કે કેમ તેવા સવાલો ઉદ્દભવી રહ્યા છે.રાધનપુરમાં મુખ્ય જાહેર માર્ગ પરથી પસાર થતી ગટર લાઈનમાં ગંધકી ખદબદી રહી છે.તેવી વાસના કારણે રોગચાળો ફાટે તેવી ભીતિ સેવાઇ રહી છે. અહીંથી પસાર થતા વટેમાર્ગુઓ તેમજ વાહન ચાલકો પણ પસાર થતી વખતે નાક બંધ કરીને નીકળવું પડે તેવી પરિસ્થિતિ છે. ત્યારે તંત્ર દ્રારા સફાઈ અભિયાનની મોટી મોટી વાતો વરચે ન થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે .આ અંગે તંત્ર સત્વરે પગલાં નહિ ભરે તો રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ છે. ત્યારે આ બાબતે નોંધ લઈ સત્વરે પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.