ચાલો સૌ સાથે મળીને કરીએ નવા વર્ષના હકારાત્મક વધામણા

ગમ્યું તો આગળ શેર કરો.

વર્ષનો છેલ્લો દિવસ મિત્રો.. કેવું લાગે છે હે ને.. કે… જોત જોતા માં આખું વર્ષ ક્યાંયે વીતી ગયું એની ખબર જ ના પડી.. વર્ષ વીતી ગયું તેની સાથે સુખ દાયક અને દુઃખદાયક ઘણા બધા પરિબળો ભાગ ભજવતા રહ્યા. જિંદગી એ જ શીખવે છે મિત્રો કે સુખ અને દુઃખ તો જિંદગી નો એક ભાગ છે અને આપણા જીવન માં તેનું કેટલું મહત્વ છે તે ફક્ત ને ફક્ત આપણે જ નક્કી કરી શકીએ ઘણા આવા એ માણસો હોય છે કે તેમના માટે સુખ અને દુઃખ સમાન હોય છે તેઓ કોઈ પણ પરિસ્થિતિ માં સ્થિર હોય છે અને ઘણા લોકો આવા હોય છે દુઃખ માં વધારે દુઃખી થઇ ને પોતાની જાત ને સાચવી શકતા નથી અને તેનું પરિણામ આગળ જતા વિપરીત આવે છે નવા વર્ષ માં દરેક એ એક સંકલ્પ કરવો જોઈએ કે હંમેશા હકારાત્મક વિચારસરણી રાખીશુ અને કોઈ પણ પરિસ્થિતિ માં ડગીશું નહિ કોઈ પણ ગંભીર કે સરળ બાબતો ના વધુ માં વધુ બે પાસાં હોય છે એક હકારાત્મક અને બીજું નકારાત્મક આપણે હંમેશા હકારાત્મક વિચારસરણી રાખવી જોઈએ કે જે થાય છે તે સારા માટે થાય છે અને આગળ પણ જે થશે એ સારા માટે જ થશે અને થયુ છે તેની પાછળ પણ કંઈક કારણ હશે દુનિયા માં અબજો લોકો રહે છે દરેક લોકો કંઈક ને કંઈક બાબતે દુઃખી છે જ કોઈક ને શારીરિક દુઃખ હોય તો કોઈક ને માનસિક દુઃખ હોય કોઈક આર્થિક રીતે નબળું હોય તો કોઈક પારિવારિક જીવન માં દુઃખી હોય છતાં બધા સંસાર માં આવતા સુખ અને દુઃખ ને ઈશ્વરની ઈચ્છા માની ને નિભાવતા જ હોય છે જયારે રાત્રી પછી એક નવું સવાર નું સોનેરી કિરણ આપણા મુખારવીંદ પર પડે ત્યાર થી જ દિવસ ની અને જિંદગી નો નવો દિવસ આપણી રાહ જોઈ રહ્યો છે આપણે હંમેશા એ દિવસને વધાવવા તૈયાર રેહવું જોઈએ. ઈશ્વર કેટલા પ્રેમ થી આપણા જીવન માં એક નવા દિવસ નો રોજ ઉમેરો કરે છે તો આપણી પણ ફરજ છે કે હંમેશા હસતા હસતા દિવસ ની શુરુઆત કરીએ અને ઈશ્વર નો આભાર માનીએ.રોજ સવારે એક નવા વિચાર સાથે ઉઠીએ કે આજે કંઈક નવું કરવું છે પોતાના માટે તો ખરું જ પરંતુ આપણા કિંમતી સમય માંથી આપણે કેટલો સમય બીજા માટે પણ વિચારીએ છીએ કેટલું મહત્વ આપણે બીજા ને આપીએ છીએ કેટલી મદદ કરી શકીએ છીએ આ બધી બાબતો સંતોષકારક જીવન જીવવા માટે ખૂબ જ ઉપયોગી છે ક્યારેક દિવસ માં કોઈ એક સારુ કાર્ય કર્યું હોય તો તેનો આનંદ આખો દિવસ રહે છે અને રાત્રે સુતા પહેલા ખૂબ જ આનંદ ની અનુભૂતિ થાય છે અને એક પોઝિટિવ ઉર્જા નો સંચાર આખા શરીર માં અનુભવાય છે વ્યક્તિ હંમેશા એકટીવ રહેવું જોઈએ પોતાના રસ ના વિષય માં રસ દાખવીને કંઈક ને કંઈક નવું કરવું જોઈએ કોઈક એ સાચું જ કહ્યું છે વ્યસ્ત માણસ પાસે દુઃખી થવાનો સમય નથી હોતો અને વ્યક્તિ નું મગજ પણ કાર્યશિલ રહેવાના ના કારણે વ્યક્તિ માનસિક રીતે ખૂબ જ મજબૂત રહે છે સારા સારા વિચારો, સફળ વ્યક્તિઓ ની સાથે નિષ્ફળ લોકો ના પણ પુસ્તકો વાંચવા જોઈએ જેથી અંદાઝ આવી શકે કે સફળતા ફક્ત સફળ વ્યક્તિઓ પૂરતી નથી હોતી નિષ્ફળ લોકો પણ એક ઈતિહાસ બનાવે છે અને નિષ્ફળતા માં થી કંઈક ને કંઈક શીખી ને પોતાના ધ્યેય ને મેળવે છે મેં વાંચેલા દરેક પુસ્તકોનો એક અનુભવ કહું તો સફળ વ્યક્તિઓ ના જીવન માં એક નિષ્ફળ વળાંક હોય જ છે અને તે જ તેને પ્રેરણા આપે છે આ તો થઇ માનસિક પરિસ્થિતિ ની વાત પણ જીવન ને ખુશી ખુશી જીવવા માટે કેટલાક શારીરિક પરિબળો પણ ખૂબ જ ભાગ ભજવે છે વ્યક્તિ એ હંમેશા પોતાના શરીર માટે સાવચેત રહેવું જોઈએ. પહેલું સાચું સુખ તે શરીર નું છે વ્યક્તિ ગમે તેટલો માનસિક આર્થિક રીતે સક્ષમ હોય પરંતુ તેનું પોતાનું શરીર જ તેને સાથે ના આપતું હોય તો નકામું છે. જેનું શરીર સ્વસ્થ નથી તેને તો ધ્યાન રાખવું જ જોઈએ પરંતુ જે સ્વસ્થ છે તેને પણ શરીર ને લગતા કેટલાક નિયમો અનુસરવા જોઈએ. જેમ કે રોજ સવારે સૂર્યનમસ્કાર, વ્યાયામ, ખાનપાન માં ધ્યાન અને સમાયતરે દાક્તર પાસે જઈ ને શરીર ને ચેક પણ કરાવતા રેહવું જોઈએ આમ શારીરિક રીતે સક્ષમ વ્યક્તિ કોઈ પણ પડકાર ને પહોચી શકે છે.વ્યક્તિએ નકારાત્મક પરિબળો ને તેમના જીવનમા થી હંમેશા માટે દૂર કરી દેવા જોઈએ વ્યક્તિ એ હંમેશા આશાવાદી બનવું જોઈએ જિંદગી માં કશુય અશક્ય નથી જો ઈશ્વર પર શ્રદ્ધા અને તનતોડ મેહનત હોય તો કોઈ પણ વસ્તુ શક્ય છે બસ ધ્યેય નક્કી હોવો જોઈએ. માનસિક રીતે એટલું મજબૂત વ્યક્તિત્વ હોવું જોઈએ અને પોતાના પર એટલી શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ કે કોઈના બોલેલા બે નકારાત્મક શબ્દોની અસર મન પર ના પડવી જોઈએ કોઈ ના આપેલા પ્રમાણપત્ર ઉપર જીવવા કરતા પોતાના આત્મવિશ્વાસ ઉપર જીવવું યોગ્ય હોય છે નિંદા, ઈર્ષા, ક્રોધ, મોહ,માયા, ખોટા કર્મો હંમેશા જિંદગી ને ટૂંકી કરી દે છે અને સાથે સાથે જિંદગી ને નિરસ કરી દે છે અને મન માં એક ડર પેદા કરે છે અને જીવનની મજા જે લેવા જેવી હોય તે લઈ શકાતી નથી. આથી જ જિંદગી એવી જીવવી જોઈએ કે જિંદગી પણ એવી ને કહે કે મારે આ વ્યક્તિ સાથે જીવવું છે..આ બધા પરિબળો જો ધ્યાન માં લેવા માં આવે તો આવનારા દરેક વર્ષો ખૂબ જ ખુશી અને સફળતા ભરેલા વીતે આમ ગયું વર્ષ ઘણું બધું શીખવી ને ગયું આવનારું વર્ષ દરેક નું ખૂબ જ આનંદદાયી અને મંગલદાયી બંને તે જ પ્રાર્થના.

તસ્વીર અહેવાલ નીલકંઠ વાસુકીયા વિરમગામ 

ગમ્યું તો આગળ શેર કરો.