ચોરીનો ભેદ ઉકેલી પાડતી મહેસાણા એલ.સી.બી.પોલીસ

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૦૫)

મહેસાણા જીલ્લા એલ.સી.બી પોલીસને ગુન્હાઓ ડીટેક કરવામાં વધુ એક સફળતા સોલર પ્લેટો, જનરેટરૌ, મોબાઇલ ટાવર બેટરીઓ, ડાયનેમા, સ્ટાટર્સ (જનરેટ ના સેલ), ડીઝલ ની ચોરી કરનાર ચોર ટોળકીને પકડી પાડતી મહેસાણા જીલ્લા એલ.સી.બી પોલીસ પોલીસ અધિક્ષક શ્રી મનિષસિંહ સા નાઓએ મહેસાણા જીલ્લામાં બનતા અન ડીટેક ગુન્હાઓ શોધી કાઢવા સારૂ અમો પો.ઇન્સ એસ.એસ.નિનામા એલ.સી.બી મહેસાણા નાઓએ કરેલ સુચના આધારે એલ.સી.બી ના PSI આર.કે.પટેલ તથા PSI આર.જી.ચૌધરી તથા PSI એમ, આર, રાઠોડ તથા ASI હિરાજી , ASI રત્નાભાઇ, ASI ભરતજી, Hc રાજેન્દ્રસિંહ, HC મહેન્દ્ર કુમાર, Hc નિલેશકુમાર, Hc નરેન્દ્રસિહ, Hc ૨૨મેન્દ્રસિહ, HC નાસીરબેગ, HC લાલાજી, HC દીલીપસિંહ, HC ધીરજકુમાર, Pc મહેન્દ્રસિંહ, વગેરે પોલીસ સ્ટાફના માણસો મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા સારૂ અલગ અલગ ટીમો બનાવી આજરોજ મહેસાણા તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં સ.વા.માં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન રામપુરા ચોકડી પાસે આવતાં સાથેના ASI હિરાજી તથા ASI ભરતજી તથા HC દીલીપસિંહ નાઓને સંયુકત રીતે ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, લાડોલ પો. સ્ટે. વિસ્તાર આવેલ સુંદરપુર રોડ ઉપર આવેલ દેવડા મનુજી સરદારજી ના ખેતરમાં લગાવેલ સોલર પ્લેટોની ચોરી કરેલ જે પ્લેટો સવધાનજી હરીજી ઠાકોર રહે . લાખવડ ઠાકોર વાસ તા.જી. મહેસાણા વાળા ધરના ઉપર સંતાડેલ છે. અને ચોરી કરનાર ઇસમો સોલર પ્લેટોનું વેચાણ કરવા સારૂ ભેગા થયેલ છે. જે બાતમી આધારે કુલ ૫ (પાંચ) ઇસમો ને પકડી પાડવામાં આવેલ છે. અને તેઓના પાસેથી મુદામાલ કબ્બે કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ:  (૧) વિનોદભાઇ ઉર્ફે વિનુ કાકા શંકરાજી રૂડાજી જાતે પરમાર રહે . જમડા ભગતવાસ તા . થરાદ જી . બનાસકાંઠા (૨) ઉત્તમસિંહ યશવંતસિંહ ઇશ્વરસિંહ જાતે વાઘેલા હલ રહે.મ. નં ૩૫ શિવશક્તિ સોસાયટી લઇવે ચાર રસ્તા થરાદ તા . થરાદ જી . બનાસકાંઠા મુળ રહે . નાનીદઉ દાદાભા નો વાસ તા . જી . મહેસાણા (3) સવધાનજી ઉર્ફે પિન્ક હરીજી માનસંગજી જાતે ઠાકોર રહે . લાખવડ ઠાકોર વાસ તા . જી . મહેસાણા (૪) રણજીતજી ઉર્ફે લાલો ઉર્ફે ઝલો ગોપાલજી કાકોજી જાતે ઠાકોર હાલ રહે . લાખવડ પટેલ વાસ તા . જી . મહેસાણા મુળ રહે . દેવગઢ તા . બહુચરાજી જી . મહેસાણા (૫) અનિજી ઉર્ફે અશોકજી અમરતજી ગલાજી જાતે ઠાકોર રહે . લાખવડ મોટો ઠાકોર વાસ તા . જી . મહેસાણા સદરી આરોપીઓ પાસેથી તથા તપાસ દરમ્યાન કજે કરેલ મુદામાલ (૧) સોલર પ્લેટો નંગ – ૨૬ કિરૂા. ૯૩,૦૦૦ / (૨) જનરેટર નંગ-3 કિરૂા.૧,૩૫,૦૦૦ / (૩) બેટરીઓ નંગ – ૨ કિરૂા . ૧૦ , ૦૦૦ / (૪) ડાયનેમા નંગ – ૨ કિરૂા . ૪૦૦૦ / (૫) સ્ટાટર્સ ( જનરેટર ના સેલ ) નંગ – ૨ કિરૂા . ૮૦૦૦ / (૬) ડીઝલ લીટર 133 કિ . રૂ . ૯૨૦૦ /

ઉપરોકત આરોપોઓએની ઘનિષ્ટ પુછપરછ કરતાં તેઓએ (૧) લાડોલ (૨) પિલુદરા (૩) લાછડી (૪) દગાવાડીયા (૫) બુટ્ટાપાલડી (૬  સદુથલા (૭) સાંગણપુર (૮) મેવડ (૯) કડવાસણ (૧૦) કસલપુરા (૧૧) કરણનગર વિગેરે જગ્યાઓએથી સોલાર પેનલો તથા જનરેટરો તથા મોબાઇલ ટાવરોની બેટરીઓ તથા ડીઝલ તથા ડાયનેમા તથા સ્ટાટર્સ ( જનરેટ ના સેલ ) ની ચોરીઓ કરેલ અને ચોરી કરવા સારૂ સક્રોપિઓ તથા સ્વીફટ ગાડીનો ઉપયોગ કરેલાની કબુલાત કરેલ છે , જે કુલ કિરૂા.૨,૫૯,૨૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તા. ૦૫/૧૨/૨૦૧૯ આમ મહેસાણા જીલ્લા એલ.સી.બી પોલીસે જીલ્લામાં બનેલ સોલર પ્લેટો, જનરેટરો, બેટરીઓ, ડાયનેમા, સ્ટાટર્સ (જનરેટ ના સેલ), ડીઝલ ની ચોરી કરનાર ગેંગને પકડી પાડી મુદ્દામાલ રીકવર કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે .

ગમ્યું તો આગળ શેર કરો.