પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,મહેસાણા: પોલીસ અધિક્ષકશ્રી, નિલેશ જાજડીયા સાહેબ નાઓએ જીલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુનાઓ શોધવા તેમજ પ્રોહીબિશનની બદી નેસ્તનાબુદ કરવા સારૂ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી., મહેસાણા નાઓને સૂચના કરેલ. જે અનુસંધાને અમો એસ.એસ.નિનામા, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી., મહેસાણા તથા ASI હીરાજી, રત્નાભાઇ, HC રાજેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, મહેન્દ્રકુમાર, નિલેશકુમાર, રશ્મેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ વિગેરે સ્ટાફના માણસો સાથે સરકારી વાહનમાં વિસનગર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ASI હીરાજી તથા HC રાજેન્દ્રસિંહ  નાઓને સંયુકત બાતમી મળેલ કે, એક સફેદ કલરની સ્વીફટ ડીઝાયર ગાડી નંબર-જી.જે.-૦૧,આર.એલ.-૮૭૩૫ની ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયર ભરી દેણપ રોડ તરફથી વિસનગર તરફ આવનાર છે. જેથી સદર દારૂ ભરેલ ગાડી પકડવા સારૂ દેણપ જતા રોડ ઉપર આવેલ કેનાલની આજુબાજુ ગોઠવાઇ ગયેલ તે દરમ્યાન બાતમી હકીકત નંબરવાળી સ્વીફટ ડીઝાયર ગાડી આવતા તેને સરકારી વાહનથી આડશ કરી ગાડીને કોર્ડન કરી પકડી લીધેલ અને ગાડીમાં ડ્રાઇવીંગ શીટ ઉપર બેઠેલ ઇસમને નીચે ઉતારી તેનુ નામ પુછતા તેણે પોતાનુ નામ દુદુસિંહ પનસિંહ વાઘેલા રહે.નોદોત્રા તા.દાંતીવાડા જી.બનાસકાંઠા વાળો હોવાનું જણાવેલ અને સદર સ્વીફટ ગાડીમાં જોતા ગે.કા.નો વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અલગ અલગ માર્કાની નાની મોટી બોટલો તથા બીયરના ટીન મળી કુલ નંગ–૮૧૬ કિ.રૂ.૧,૨૮,૬૪૦/- નો ભરી લાવી દારૂ ની હેરાફેરી કરતાં સ્વીફ્ટ કાર કિ.રૂ.૪,૦૦,૦૦૦/- સાથે મળી કુલ કિ.રૂ.૫,૨૮,૬૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધમાં વિસનગર શહેર પો.સ્ટે.માં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આમ મહેસાણા એલ.સી.બી. પોલીસે પ્રોહીબિશનનો વધુ એક કવોલીટી કેસ શોધી આરોપી તથા મુદ્દામાલ પકડી પ્રસશંનીય કામગીરી કરેલ છે.