સમગ્ર ગુજરાત રાજ્ય માં બસ સ્ટેશનનો નવા બનાવામાં આવી રહ્યા છે ત્યારે આજ રોજ ઉત્તર ગુજરાત ના અરવલ્લી જિલ્લા ના માલપુર માં પણ નવા બસ સ્ટેશન નો લોકાર્પણ થયું હતું બસ સ્ટેશન 8000 સ્વે મી વિસ્તાર માં 10,000 થી વધુ પ્રવાસી અને  6 પ્લેટફોર્મ સાથે 250 બસ ટ્રીપો હેન્ડલ કરશે. અરવલ્લી જિલ્લાના માલપુર માં નવીન તૈયાર થયેલા બસ સ્ટેશનનું સાંસદ દિપસિંહ રાઠોડ સાહેબ ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું રૂપિયા 1.95 કરોડના ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક બસ સ્ટેશનને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબે ભાવનગર ખાતેથી ઇલોકાર્પણ કરીને મુસાફરો માટે ખુલ્લુ મુક્યું હતું. આજે માલપુર બસ સ્ટેશન નુ લોકાર્પણ આપણા લોક્લાડીલા સંસદ શ્રી દિપસિંહ રાઠોડસાહેબ ના હાથે કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ સંગઠન જિલ્લા પ્રમુખ શ્રી રણવિરસિંહ ડાભીસાહેબ માજી ધારાસભ્ય ભિખિબેન પરમાર  પ્રાંત અધિકારી સાહેબ શ્રી જિલ્લા ઉપપ્રમુખ મહેશભાઈ પટેલ તાલુકા પ્રમુખ મુકેશસિંહ રાઠોડ જિલ્લા સદસ્ય ધીરુભાઈ ખાંટ,નિર્ભયસિંહ રાઠોડ,મહિલા મોરચા ના જિલ્લા મહામંત્રી ઇંદિરાબેન ખાંટ,તાલુકા મહિલા મોરચા ના પ્રમુખ નિતાબેન પંડ્યા બક્ષી મોરચા ના પ્રમુખ લક્ષ્મણભાઈ પાંડોર,ડી સી શુક્લા સાહેબ ભાજપ ના સૌ કાર્યકરો એસ ટી કર્મચારી શ્રીઓ અને માલપુર તાલુકા ની જનતા વગેરે ની હાજરી મા નવીન બસ સ્ટેન્ડ ખુલ્લુ મુકવામાં  આવ્યુ હતું