જુનાગઢ માં થયેલા પત્રકારો પર લાઠીચાર્જનો પાટણમાં ઉગ્ર વિરોધ

ગમ્યું તો આગળ શેર કરો.

         પાટણ : લોકશાહી નો ચોથો સ્તંભ અને ચોથી જાગીર એવા મીડિયા કર્મીઓ ઉપર અવાર નવાર પોલીસ તંત્ર દ્વારા દમન કરવામાં આવતું હોય છે. તાજેતરમાં જૂનાગઢ ખાતે મીડિયા ના કેમેરામેન અને રિપોર્ટર કવરેજ કરી રહ્યા હતા. ત્યારે પોતાના પાપો બહાર ન આવે તે માટે કહેવાતા કાયદા રક્ષક એવા પોલીસ ભક્ષક બની મીડીયાકર્મીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. જેને લઇને સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્‌યા છે અને સમગ્ર રાજ્યના મીડિયા જગતે આ ઘટના ને સખ્ત શબ્દોમાં વખોડવામાં આવી છે ત્યારે પાટણ જિલ્લાના પ્રિન્ટમીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા સોમવારે જુનાગઢ માં પત્રકારો ઉપર થયેલ લાઠીચાર્જ ને સખ્ત શબ્દમાં વખોડી કાઢી પાટણ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને અવાર ગુજરાત માં પોલીસ દ્વારા કરવામાં આવતા મીડિયા ઉપર ના હુમલા ને બાબતે રાજ્ય સરકાર દ્વારા કડક કાયદો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેમજ જૂનાગઢમાં પત્રકારો ઉપર લાઠીચાર્જ કરનાર પોલિસ કર્મીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. આ આવેદનપત્ર આપવામાં પાટણ જિલ્લાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા ના તમામ પત્રકારો હાજર રહ્યા હતા.

ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો