ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડી પાડતી લાંધણજ પોલીસ

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૨૩)

પોલીસ અધિક્ષકશ્રી , મહેસાણાતથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી , મહેસાણા વિભાગનાઓએ પ્રોહીબીશન પ્રવૃતી નેસ્ત – નાબુદ કરવા સુચના કરેલ હોઇ અનુસંધાને પોલીસ સબ ઇન્સપેક્ટર લાંઘણજ પો . સ્ટે તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ હકિકત આધારે ભાસરીયા પાટીયા નજીક ચીક્ષણ ( ઓડ ) મુકેશભાઇ લક્ષમણભાઇ ઓગળભાઇ રહે . પાણસણા તા . લીમડી જી . સુરેન્દ્રનગર સલ . રહે અમદાવાદ, ૪૨, સમાજ નવરચના સોસાયટી ખોડીયારનગર નીકોલ અમદાવાદવાળાને પોતાના કજા ભોગવટાની મહેન્દ્રા ટી.યુ.વી ગાડીની અંદરથી ભારતીય બનાવટનો પરપ્રાન્તનો વિદેશી દારૂનો જથ્થો ઓલ્ડ મોન્ક ત્રીપલ એક્સ માર્કાની બોટલ નંગ-૧૧૦. રૂ ૪૪,000/- નો મુદામાલ તેમજ ગાડીનીકી રૂ ૪,00,000/- મળી કુલ રૂ.૪,૪૪,000/ ના મુદ્દામાલ સાથે સદરી ઇસમને પકડી પાડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી લાંઘણજ પોલીસે પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધવામાં સફળતા મેળવેલ છે .

ગમ્યું તો આગળ શેર કરો.