ગરવીતાકાતઅરવલ્લી: ગ્રામ પંચાયત માં અરવલ્લી જિલ્લા મા છ ગ્રામ પંચાયતો મા સરપંચ ના પરિણામ જાહેર અરવલ્લી જિલ્લા માં છ ગ્રામ પંચાયતો ના સરપંચ અને વોર્ડ ના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા પરિણામ જાહેર થતા વિજેતા ઉમેદવારો એ ઉજવણી કરી હતી. અરવલ્લી જિલ્લા ના ધનસુરા તાલુકાની આકરુન્દ ગ્રામ પંચાયત નુ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું.આકરુન્દ ગ્રામ પંચાયત મા સરપંચ પદે લલીતાબેન મણીભાઈ પટેલ નો વિજય થયો હતો.
આકરુન્દ ગ્રામ પંચાયત માં વિજેતા થયેલ લલીતાબેન મણીભાઈ પટેલ ને 1243 મત મળ્યા હતા. જ્યારે નીરૂબેન પટેલ ને 1099 મત મળ્યા હતા. ધનસુરા હાઇસ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંધોબસ્ત સાથે મતગણતરી હાથ ધરવામાં આવી હતી.પરિણામ જાહેર થવાનું હોઈ મતદાન કેન્દ્ર ની બહાર સવાર થી લોકો મોટી સંખ્યા માં ઉમટી પડ્યા હતા. ધનસુરા પીએસઆઈ આર.આર.દેસાઈ અને નાયબ મામલતદાર જે.જે.પટેલ સહિત ના અધિકારીઓ ની દેખરેખ માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજાઈ હતી.