લગ્નના કાગળોમાં સહીઓ કરાવી ધમકી આપી હોવાની ફરીયાદ ડીસા પોલીસ મથકે નોંધાઈડીસા પંથકમાં રહેતી એક રર વર્ષીય પરીણીત યુવતીને તેના ઘરેથી સ્વીફટ ગાડીમાં અપહરણ કરી લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ વારંવાર બળાત્કાર ગુજારી અને તેણીની બળજબરીથી લગ્નના કાગળોમાં સહીઓ કરાવીને તેણીના ભાઈ તથા પતિને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હોવાની ફરીયાદ તેણીએ ડીસા રૂરલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે તેની ફરીયાદ આધારે ડીસાના ધનાવાડા તેમજ ભડથ ગામના ઈસમો સામે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં બળાત્કારનો વધુ એક કિસ્સો પોલીસ દફતરે નોંધાયો છે. જેની સત્યતા તરફ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. સામાન્ય રીતે જિલ્લામાં અપહરણ અને બળાત્કાર સહિતના ગુનાઓ હવે છાશવારે નોંધાવા લાગ્યા છે ત્યારે બનાસકાંઠામાં પણ બિહારવાળી શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યુ છે. બનાસકાંઠાના ડીસા પંથકમાં રહેતી એક રર વર્ષીય પરણીત યુવતીને તેના ઘરેથી અપહરણ કરીને તેણીની મરજી વિરૂધ્ધ વારંવાર શારીરીક સુખ માણવામાં આવ્યુ હોવાની અને આ બદકામમાં સ્વીફટ ગાડીમાં તેણીનુ અપહરણ કરી લઈ જઈ ડીસા લાવી લગ્નના કાગળોમાં સહીઓ કરાવી તેમજ વારંંવાર તેણીના ભાઈ અને તેના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરીયાદ તેણીએ ડીસા રૂરલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે તેણીની ફરીયાદ આધારે બળાત્કાર ગુજારવાના આક્ષેપ મામલે ડીસાના ધનાવાડા ગામના લાલાજી ઠાકોર તેમજ મદદગારીમાં ભીખીબેન ઠાકોર (ધનાવાડા) અને અશોક ઠાકોર (ભડથ) સામે ગુનો નોંધી વધુ તપાસ ડીસા રૂરલ પી.એસ.આઈ એ.એફ.ચૌધરીએ હાથ ધરી છે.

બીજા સાથે સમાચાર શેર કરો.