પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

અમદાવાદ: સરખેજના મકરબા વિસ્તારમાં રહેતા સિક્યુરિટી ગાર્ડની એક વર્ષની પુત્રીનું પાડોશી મહિલા અપહરણ કરી ફરાર થઈ ગઈ હતી. સરખેજ પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી બાળકી અને મહિલાની શોધખોળ શરૂ કરી દીધી હતી અને ગણતરીના સમયમાં જ સરખેજ પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે. મકરબા વિસ્તારમાં આવેલી નેહરુનગર સોસાયટીમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હસમુખભાઈ વાદીની બાજુમાં નસરીનબેન તેમના પરિવાર સાથે રહે છે. એક મહિનાથી પાડોશી હોવાથી નસરીન હસમુખભાઈની પુત્રી પાયલ (ઉ.વ.1)ને રમાડવા આવતા અને ઘરે લઈ જતા હતા. ગઈકાલે બપોરે નસરીન પાયલ રમાડવા ઘરે આવી હતી. હસમુખભાઈના પત્ની નાવા ગયા હતા, પરત આવીને જોતા નસરીન અને પાયલ ઘરમાં જોવા મળ્યા ન હતા. પાયલને નસરીન રમાડવા લઈ ગઈ હશે તેમ માની લીધું હતું. એકાદ કલાક બાદ પરત ન આવતા ઘરે તપાસ કરી હતી. બંને જોવા ન મળતાં તેમની અલગ અલગ જગ્યાએ શોધખોળ કરી હતી. નસરીનના પતિ ફિરોઝભાઈને પણ પૂછતાં તેમને કોઈ જાણ ન હોવાનું જણાવ્યું હતું. સરખેજ પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે.