ગરવીતાકાત,ખેડા(તારીખ:૨૩)

ખેડા જિલ્લામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વરદ્દ હસ્તે નવીન લોકાર્પણ અને નવા ખાતમુર્હત કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકારના  માર્ગ અને મકાન વિભાગ દ્વારા નડિયાદ ખાતે 27 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર નવીન  જિલ્લા પંચાયત ભવન ,નડિયાદ મહેમદાવાદ અમદાવાદ ચાર માર્ગીય કામગીરી માટે 33.50 કરોડ, મહેમદાવાદ ઘોડાસર રતનપુર પર આવેલ વાત્રક નદી પર 8 કરોડના ખર્ચે નિર્માણ પામનાર-સબ માર્શિબલ બ્રિજ-જેવા વિકાસના કામોનું ખાતમુર્હત નીતીનભિ પટેલ દ્વારા કરવામાં આવ્યું તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વસો ખાતે 2.65 કરોડનું સામુહિક આરોગ્ય કેન્દ્ર ,માતરના ભાલાળા ખાતે 70 લાખ ના ખર્ચે બનેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ માં રાજ્ય કક્ષાના  પંચાયત ,પર્યાવરણ ( સ્વતંત્ર હવાલો )અને કૃષિ મંત્રી જયદ્રથસિંહજી પરમાર ,ગુજરાત સરકારના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ ,ખેડા સંસદ દેવુંસિંહજી ચૌહાણ ,ખેડા જિલ્લા  પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ ,ધારાસભ્યશ્રીઓ અર્જુનસિંહ ચૌહાણ મહેમદાવાદ ,કેસરીસિંહ સોલંકી -માતર ,કાળુસિંહ ડાભી -કપડવંજ ,ઇંદ્રજીતસિંહ પરમાર મહુધા ,કાંતિભાઈ પરમાર -ઠાસરા ,તેમજ ખેડા જિલ્લા કલેકર અને જિલ્લા વિકાસ અધિકરી હાજર રહ્યા હતા.

તસ્વીર અહેવાલ જયદીપ દરજી ખેડા 

Contribute Your Support by Sharing this News: