ગરવીતાકાત.(તારીખ:૦૪)

ગુજરાત પર મહા વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, જે અંતર્ગત મહા વાવાઝોડું વેરાવળથી 660 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં દીવ અને પોરબંદરની વચ્ચે સિવિયર સાયક્લોન રૂપે પસાર થશે. વાવાઝોડું છઠ્ઠી તારીકે મધારેત ગુજરાત કાંઠે ટકરાય શકે છે.

જેના પગલે સમગ્ર ગુજરાતમાં 6 અને 7 તારીખે વ્યાપક વરસાદ પડી શકે છે. જે મુજબ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. પવનની ગતિ 100થી 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સામાન્ય સંજોગોમાં પવનની ગતિ 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે.

વાવાઝોડાને પગલે માછીમારોને દરિયામાં ન જવાની સુચના આપવામાં આવી છે. દરિયાકાંઠે ભારે પવનના કારણે વૃક્ષો પડી શકે છે, તેમજ રોડ પણ તૂટી શકે છે. વાવાઝોડાના પગલે દરિયાકાંઠાના વિસ્તારમાં મહત્તમ સ્થળાંતર કરવા માટેની સુચના આપવામાં આવી છે.

રાજ્યમાં મહા વાવાઝોડાના પગલે NDRFની તૈયારી વિશે એનડીઆરએફના કમાન્ડિંગ ઓફિસર રાકેશ સીંગે માહિતી આપી છે કે NDRFની 15 જેટલી ટીમોને એલર્ટ કરવામાં આવી છે..10 ટિમ અન્ય રાજ્યમાં એર લિફ્ટ કરવામાં આવશે. 5 ટિમ દિલ્હી અને 5 ટિમ હરિયાણાથી બોલાવવામાં આવશે. તેમજ સોમનાથ- વેરાવળ તંત્રને એલર્ટ રહેવા સુચના આપી દેવામાં આવી છે. પોરંબદર, વેરાવળ, સોમનાથ ગીર, અમરેલી, જામનગર, દ્વારકા સહિતના અન્ય દરિયા કાંઠે NDRFને એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ અત્યારથી જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવમાં આવી છે.

Contribute Your Support by Sharing this News: