સિધ્ધપુરમાં ગત મોડીરાત્રે જ્વેલર્સને છરી બતાવી 2.5 લાખની સનસનીખેજ લુંટથી ચકચાર મચી ગઇ છે. મોડીરાત્રે દુકાન વધાવીને ઘરે આવતા જ્વેલર્સને લુંટારૂઓએ નિશાન બનાવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાના સીસીટીવી મેળવી વધુ તપાસ હાથ ધરી છે. બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો પળવારમાં ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.પાટણ જીલ્લાના સિધ્ધપુરની ગુરૂકૃપા સોસાયટી નજીક જ્વેલર્સ લુંટાયો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. બાઈક પર આવેલા બે લૂંટારૂઓએ ચપ્પુની અણીએ લૂંટ ચલાવી હતી અને બાદમાં સોનાના દાગીના સહિતની લૂંટ ચલાવી બાઈક પર આવેલા તસ્કરો ફરાર થયા હતા. લૂંટ કરી ભાગતા આ લૂંટારૂઓ CCTVમાં પણ કેદ થયા છે જેમાં તે બાઈક પર જતાં દેખાય છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ પહોંચી હતી અને CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.