પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૨૬)

ખાવડ ગામે નવીન મકાન બનાવતા પડોશીમાં જગ્યા ઘોડી ને દીવાલ ચણવાનું કહેતા મામલો મારામારી ઉઅપર ઉતરી આવ્યો હતો. જેમાં રાવળવાસ ,અ રહેતા ત્રણ શક્સો વિરુદ્ધ મારામારીના પગલે બવાલ્લું પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.

ફરિયાદી રાવળ શારદાબેન પશભાઈ હથ્થાભાઈ ઉ.વ.૪૫ રહે:ખાવડ તા:કડી રાવળવાસની પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના પોતાના રહેણાકના મકાનની બાજુમાં નવું મકાન બનાવતા હોઈ પોતાની પોતાની જગ્યા છોડી દીવાલ બનાવવા કહેતા આરોપીઓ ઉસ્કેરાઈ જઈને ગાળોબોલી ઝગડો કર્યો હતો. તેમને મારામારી દરમ્યાન આરોપીઓએ બરડામાં લાકડી મારી ફેકચર કર્યું હતું. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે ઈજાગ્રસ્ત શારદાબેન પશાભાઈ રહે:ખાવડ એ ખાવડ ગામના રાવળ ભલાભાઈ સોમાભાઈ, રાવળ રાજુભાઈ ભલાભાઈ, તથા રાવળ દશરથભાઈ ભલાભાઈ સહીત ત્રણ જણા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ત્રણ જણા સામે મારામારીનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

બીજા સાથે સમાચાર શેર કરો.