ખોડલા શાળામાં ૧૭.૭.૨૦૧૯ના રોજ ગુરુ પૂર્ણિમા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ભારત વિકાસ પરિષદ પચ્છિમ શાખા પાલનપુરના સક્રિય સભ્ય અને પાંથાવાડા શાળાના ઉત્સાહી શિક્ષક શ્રી ભરતકુમાર વી. પરમાર અને શ્રી વિનોદભાઈ મહેશ્વરી દ્વારા ખોડલા શાળાના ગુરુજનોનું કુમકમ તિલક કરી ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું તથા આચાર્ય શ્રી લલિતકુમાર ચૌધરી અને શિક્ષક શ્રી બકુલચંદ્ વી. પરમાર, શાંતિલાલ વળાગાંઠ તેમજ શાળાના 10 તેજસ્વી છાત્રોનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું.શ્રી પરબતભાઇ કણિયોરે ગુરુનું મહત્વ વિશે વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે ખોડલા પ્રા. શાળા તેમજ માધ્યમિક શાળા પરિવારે હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આભારવિધિ શ્રી ડાહ્યાભાઈ ચૌધરીએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી બકુલચંદ્ વી.પરમારે કર્યુ હતું.