જીલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે.અને ડીડીઓ બી.કે.શાહ આવી પોહચા પીડિત ગામોની મુલાકાતે

ગરવીતાકાત,થરાદ: 2015, 2017, 2019 આ ત્રણેયની અંદર ભારેથી અતિ ભારે પૂર આવેલ છે ખાનપુર નાગલા ડોડગામ મુખ્ય ત્રણ ગામ પૂર પીડિત છે 2015 અંદર માનનીય મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા થરાદ ના ધારાસભ્ય પરબતભાઈ પટેલ તથા આગેવાનો સાથે પૂરપીડિતોની મુલાકાત લીધી અને આશીર્વચન આપ્યા હતા કે કાયમી ધોરણે નિકાલ થશે પણ હજી સુધી કાયમી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરતી નથી ત્યારેઆજે જીલ્લા વહીવટીતંત્ર દ્વારા પીડિત ગામોની  ની મુલાકાત લીધી અને તાત્કાલીક ધોરણે ખાનપુર નાગલા ડોડગામ ની પાણી નો  કાયમી ધોરણે નિકાલ કરવામાં આવશે  સ્થાનિક ખેડૂત કિરણ ભાઈ ચૌધરી ખાનપુર દ્વારા જણાવવામાં આવ્યું આ ત્રણ ગામની વસ્તી એટલે કે 300થી વધુ ખેતરો અંદર પાણી ભરાયેલ છે 250 એકર કરતા પણ વધારે માં પાણી ભરાયેલ છેપશુ માટે નો ઘાષ ચારો પાણીની અંદરની નિષ્ફળ ગયું છે અને ખેડૂતોનું લાખો રૂપિયાનું વાવેતર નિષ્ફળ ગયું છે આથી વારંવાર પણ પાણી ભરાય છે કલેકટર સાહેબ શ્રી એ દસ દિવસની અંદર પાણીનો કાયમી નિકાલ માટેની વ્યવસ્થા કરવાનું કહેલ છે