ગરવીતાકાત,મહેસાણા: મહેસાણા જિલ્લા સહિત સમગ્ર રાજ્યને કેરોસીન મુક્ત કરવાના આશયથી ગરીબી રેખા ઉપરના મધ્યમ વર્ગના પરિવારો એટલે કે APL રાશનકાર્ડ ધારકોને ઓગષ્ટ મહિનાથી કેરોસીનનો જથ્થો આપવાનું બંધ કરાયો છે. જોકે, BPL અને અંત્યોદય રાશનકાર્ડ ધરાવતાં ગરીબ પરિવારોને કેરોસીન આપવાનું યથાવત રખાયું છે. ચોંકાવનારી હકિકત તો એ છે કે છેલ્લા કેટલાય વર્ષોથી પુરવઠા વિભાગની નિષ્ક્રીયતાના કારણે સેંકડો આર્થિક નબળા તેમજ ગરીબ પરિવારોને હજુ સુધી BPL રાશનકાર્ડ આપી શકાયા નથી. પરિણામે, આ પરિવારો ગરીબ હોવા છતાં APL કાર્ડ ધરાવે છે. જેથી તેમને કેરોસીનનો જથ્થો નહી મળે પરિણામે ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોના ગરીબ પરિવારોની હાલત કફોડી બનવા પામી છે.