અહેવાલ,તસ્વીર - જૈમીન સથાવારા
  • કડી પોલીસ દ્વારા ડીગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે નકલી તબીબો ઝડપાય
  • નકલી તબીબો સામે પોલીસ ની લાલ આંખ નકલી ડોકટરો ભુગર્ભ માં છુપાયા
  • આરોગ્ય વિભાગ હજુ સુધી ઉઘતું ને ઉઘતું રહયું પોલીસ નકલી તબીબો પકડવાની ઝુંબેશ

મહેસાણા જીલ્લા માં નકલી તબીબો નો રાફડો ફાટ્યો હોય તેમ એક કરતાં અનેક નકલી તબીબો જીલ્લા માંથી ખુણે ખાંચને થી ઝડપાઇ રહયા છે જ્યારે આરોગ્ય વિભાગ હજુ ઉંઘતુ રહયું છે જીલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહીલ દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા માટે અને લોકોના આરોગ્ય સાથે ખેલી રહેલા નકલી તબીબો ને ઝડપી પાડવા ના આદેશો ને લઈને જીલ્લા ની ક્રાઇમ બ્રાન્ચ ગુપ્તચર શાખા તેમજ સ્થાનીક પોલીસ વધુ ને વધુ સક્રીય બની રહી છે તેમ કેટલાક તાલુકાઓમાં નકલી તબીબો ઝડપાઇ રહયા છે ગોજારીયા,બેહચરાજી, ખેરાલુ, લાંગણજ બાદ કડી તાલુકાના વિડજ રોડ ઉપર ખીજડા ખાતે પ્રગતિ કોમ્પ્લેક્ષ માં દવાખાનું ખોલી તબીબ ની ડીગ્રી સિવાય લોકો ના આરોગ્ય સાથે ખીલવાડ કરતા બે જોલા છાપ ડોક્ટરો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી જેની ફરીયાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર દ્વારા ખરાઇ કરીને ફરીયાદ નોંધાઇ છે આ અંગે ની મળતી હકીકત મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સ્થાનિક ડોક્ટર પરાગ ભાઇ મહેશભાઈ પટેલ દ્વારા નાની કડી વિડજ ખાતે આવેલ પ્રગતિ કોમ્પલેક્ષ માં કનુ ભાઇ ગાંડાલાલ તેમજ ગુણવંતભાઇ રસીકલાલ નાયક એકબીજા ના મેળપણા થી ડિગ્રી નહી હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરી દર્દીઓની એલોપેથીક દવાઓ રાખી સારવાર કરતા હોવાનું માલુમ પડયું છે જેને લઇને પીએસઆઇ ઘાસુરા તેમજ સ્થાનીક આરોગ્ય વિભાગના તબીબ તેમજ કર્મચારીઓ સાથે સંયુક્ત માં તપાસ કરતા નાનીકડી વિડજ રોડ ખીજડા પાસે આવેલ પ્રગતિ કોમ્પ્લેક્ષ ની દુકાનમાં ગેરકાયદેસર દવાખાનું ખોલી ડીગ્રી વગર એલોપેથીક દવાઓ આપી ગુનો કરતા કનુભાઈ રાવળ તેમજ ગુણવંતભાઇ નાયક ને ઝડપી લઈને તેમજ દવાખાના માંથી એલોપેથીક દવાઓ રૂપિયા ૨૫૯૦૭/-નો મુદ્દામાલ જપ્ત કરી બંને નકલી તબીબો સામે ગુજરાત રજીસ્ટર મેડિકલ પ્રેક્ટિસ 1963 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Contribute Your Support by Sharing this News:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here