કડી નગરપાલીકા સફાળે જાગી, ગરવી તાકાતના એહવાલ બાદ પાણીના ડ્રમની સાફ સફાઈની કામગીરી હાથ ધરાઈ

શેર કરવા અહીં ક્લિક કરો.

સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ ખુબજ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા કોરોના ગાઇડલાઈન નું પાલન કરવા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં પણ દિવસે ને દિવસે ખુબજ મોટી સંખ્યામાં કોરોના કેશ સામે આવી રહ્યા છે. એવામાં કડી નગરપાલિકા દ્વારા કડી શહેર ના અલગ અલગ વિસ્તારમાં રાખવામાં આવેલ હાથ ધોવાના પાણી ના ડ્રમ  છેલ્લા કેટલાય સમયથી બીસમભરી હાલતમાં જોવા મળી રહ્યા હતા .

 આ પણ વાંચો –   કડી નગરપાલિકા દ્વારા હાથ ધોવા માટે લગાવેલ ડ્રમ બીસ્માર હાલતોમાં

બે દિવસ પહેલા ગરવી તાકાત ન્યુઝના માધ્યમથી  અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ. કડી નગરપાલિકા દ્વારા આ હાથ ધોવા માટે મૂકવામાં આવેલા ડ્રમની સાફ-સફાઈ કરવામાં આવી અને હાથ ધોવા માટે સાબુ પણ મુકવા આવ્યા હતા. કડી નગરપાલિકા દ્વારા આ લગાવેલ ડ્રમમાં હવે રોજ બે વાર પાણી ભરવામાં આવે છે. કડી નગરપાલિકા દ્વારા આ બનાવેલ હાથ ધોવા ના ડ્રમ મશીન જે કોરોના મહામારી ના સમયે જનતાના સ્વાસ્થ્યના રક્ષણ માટે બનાવવામાં આવ્યા હતા. તે હવે કડીની જાહેર જનતા માટે  આ સુવિધા રોજ જોવા મળશે કે નહીં તે આવનારો સમય બતાવશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.