ગરવી તાકાત

કડી પંથકના લુણાવાડા ગામમાં વરસાદના પડવાના કારણે સેનમાવાસમાં પાણી ભરાઈ જવા પામેલ હતુ જેથી અહિના મહોલ્લાના લોકોને ઘરની બહાર નીકળવુ પણ મુશ્કેલ બની ગયુ હતુ. જેથી આ પાણીનો નીકાલ કરવા મહોલ્લાના લોકો એ પાણી નીકાળવા માટે ફાઈટર મશીન મંગાવ્યુ હતુ. આ પાણી નીકળવાનુ કામ સેનમા અમરતભાઈ લલાભાઈ સેનમા ગૌતમભાઈ રધુભાઈ,સેનમા અમરતભાઈ શકરાભાઈ, સેનમા રાજુભાઈ જીવણભાઈ કરાવી રહ્યા ત્યારે બાજુના મહોલ્લાના લોકોએ ત્યા પંહોચી મારવાની ધમકી આપી અને દાદાગીરી સાથે જાતીસુચક ગાળો બોલી તેમને પાણી નીકાળતા રોકી દીધા હતા.

આ પણ વાંચો – માણાવદરના વેકરી ગામે ભાદર ડેમનુ પાણી હજારો વિઘામાં ફરી વળ્યુ

આવી મારવાની ધમકીઓ અને જાતીસુચક ગાળો મળતા સેનમા અમરતભાઈ લલાભાઈ જે પોતાનુ ગુજરાન ખેતરમાં મજુરી કરી ચલાવે છે તેઓએ આ દાદાગીરીથી ડરીને આ કામ રોકી દીધુ હતુ. પરંતુ ત્યાર બાદ તેમને કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કડી પોલીસ સ્ટેશને પ્રજાપતી ગોવીંદભાઈ જુગાભાઈ, પ્રજાપતી દલસુખભાઈ જુગાભાઈ,પ્રજાપતી બળદેવભાઈ ઈશ્વરભાઈ,પ્રજાપતી  પલકભાઈ દલસુખભાઈ વિરૂધ્ધ એસ.સી.એસ.ટી. પ્રીવેન્સન એકટ મુજબ 3(1)(આર),3(1)(એસ),3(2) અને આઈ.પી.સી. ની કલમ504,506(2) અને 114 મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

Contribute Your Support by Sharing this News: