રાઉમા સિકંદરભાઇ રમઝાનભાઇ ડોસુભાઇ ને કોર્ટ સામેની રેડ કાર્પેટ ગેસ્ટ હાઉસ પાસે પોલીસને અંગત બાતમી આપવાનુ ભારે પડી ગયુ.

રાઉમા સિકંદરભાઇ રમઝાનભાઇ ડોસુભાઇ જ્યારે શહેરના રે઼ડ કાર્પેટ ગેસ્ટ હાઉસ પાસે કોઈની સાથી વાતો કરી રહ્યા હતા ત્યારે સૈયદ ઇમરાન ઉર્ફે ચીકારો નામના શખ્શે છરી લઈ આવી તેમની ઉપર હુમલો કરી દીધો હતો, પંરતુ રાઉમા સિંકદરભાઈ અગાઉથી ચેતી જવાથી તેમને પોતાના ઉપર થતા હુમલાનો બચાવ કરવા જતા તેમને પોતાના ડાબો હાથ આડો કરતા છરીના ઘા હાથ ઉપર વાગ્યા હતા. 

ત્યાર બાદ આજુ બાજુના લોકો ભેગા થઈ જતા લોકો એ બચાવ કરેલ અને મામલો ઠંડો પાડવાની કોશીષ કરી રહ્યા હતા ત્યારે અપરાધી સૈયદ ઇમરાન ઉર્ફે ચીકારો એ કહેલ કે, હવે કોઈને બાતમી આપીશ તો જાનથી મારી નાંખીશ તેમ કહી જગ્યા ઉપરથી ફરાર થઈ ગયેલ હતો. 

પોલીસને આ બાબતની જાણકારી મળતા કલમ ૩૨૪,૫૦૬(ર) અને જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુનેગાર વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

Contribute Your Support by Sharing this News: