સોમવારની મોડી રાત્રે નંદાસણ પોલીસ ને બાતમી મળતા તેના આધારે  રેડ કરતા  લક્ષ્મીપુરા(નંદાસણ) થી 8 લાખથી પણ વધુ મુદ્દા માલ સાથે 8 જુગારીઓને પકડી પાડવામાં આવ્યા હતા.

પોલીસને બાતમી મળી હતી કે પટેલ પંકજભાઈ ભરતભાઈ (લક્ષ્મીપુરા)નંદાસણ ના ઘરના આગળના ભાગે સ્ટ્રીટ લાઈટના અજવાળે રસ્તા ઉપર તીનપત્તીનો જુગાર ચાલી રહ્યો છે. જેથી  બાતમી આધારે જુગાર રમવાવાળા ઉપર પોલીસની અચાનક જ રેડ પડતા જુગારીઓ એ દોડધામ મચાવી દીધી હતી. જેમા પોલીસને 1,23,130 રોકડા અને મોબાઈલ,વાહનો સહીત કુલ 8,16,130 ના મુદ્દા માલ સાથે કુલ 8 જુગારીઓની ધરપકડ કરાઈ હતી.

જે આઠ જુગારીઓ પકડાયા છે તેમના નામ આ મુજબ છે, (1) સંજયકુમાર પ્રહલાદભાઈ પટેલ, રહે- લક્ષ્મીપુરા,તા-કડી,જી-મહેસાણા(2)અશ્વીનભાઈ કાન્તીલાલ પટેલ રહે- લક્ષ્મીપુરા,તા-કડી,જી-મહેસાણા,(3)દિલીપકુમાર અમ્રુૃતભાઈ પટેલ રહે- લક્ષ્મીપુરા,તા-કડી,જી-મહેસાણા,(4)રોહીતભાઈ જયંતીલાલ પટેલ રહે- લક્ષ્મીપુરા,તા-કડી,જી-મહેસાણા(5)શૈલેષભાઈ પુંજાભાઈ પટેલ રહે- લક્ષ્મીપુરા,તા-કડી,જી-મહેસાણા (6) ગોવીંદભાઈ હીરાભાઈ પટેલ રહે- લક્ષ્મીપુરા,તા-કડી,જી-મહેસાણા(7)અનીલકુમાર ચીમનભાઈ પટેલ(8) ભીખાભાઈ ત્રીકમલાલ પટેલરહે- કુંડાળ,તા-કડી,જી-મહેસાણા.

Contribute Your Support by Sharing this News: