કચ્છના ગાંધીધામમાં એક યુવક અને સગીરાએ એક સાથે જ આત્મહત્યા કરવાની ઘટના બની છે.કચ્છઃ ગાંધીધામમાં પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત યુવક યુવતીની આત્મહત્યા કર્યાની તસવીરમેહુલ સોલંકી, કચ્છઃ કચ્છના ગાંધીધામમાં એક યુવક અને સગીરાએ એક સાથે જ આત્મહત્યા કરવાની ઘટના બની છે. બંને જણાએ અગમ્ય કારણોસર ખેતરમાં જઇને ઝાડ સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઇ આત્મહત્યાકરી હતી. આ અંગે જાણ થતાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતીમળતી માહિતી પ્રમાણે કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના વરસામેડી ગામની સીમમાં એક યુવક અને એકસગીર વયની યુવતીએ સજોડે ગળાફાંસો ખાધો હતો. આ અંગે સ્થાનિક લોકોને જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.પ્રથામિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે યુવક-યુવતી પ્રેમી પંખીડા હોઇ શકે. પોતાના પ્રેમનેસમાજ નહીં સ્વીકારે એવા ડરના પગલે બંને પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.પોલીસને જાણ થતાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ કાફળો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને પ્રાથમિક તપાસ હાથધરી હતી. જોકે, હજી સુધી બંનેની આત્મહત્યા પાછળનું કારમ જાણવા મળ્યું નથી. પોીસની વધુ તપાસ બાદ બંનેની આત્મહત્યાનું કારણજાણી શકાશે.