ગરવીતાકાત,સુઈગામ: ભાદરવા સુદ અગીયારેસ એટલે જળજીલણા એકાદશી આ દિવસે દરેક મંદિરો માં ભગવાન કૃષ્ણ ને તળાવ કે સરોવર પર સ્નાન કરવા લઇ જવાનો અનેરો મહિમા છે ગોકુલ માં પણ નદબાબા બાળ કૃષ્ણ ને ગોપબાળકો સાથે સ્નાન કરવા લઇ જાય છે એ પરપરા મુજબ આ તહેવાર ઉજવાય છે.

ત્યારે  મોરવાડા ગામે પણ આ જળજિલણા એકાદશી નિમિતે ભવ્યા શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રા માં ઢોલ , બેન્ડવાજા , ટ્રેક્ટર અને બાલકૃષ્ણ ની પાલખી સાથે વિશાળ સંખ્યા માં ભાવિક ભક્તો જોડાયા આ શોભાયાત્રા ભગવાન શ્રી કૃષ્ણ ના મંદિર થી નીકળ ગામની પ્રદક્ષિણા કરી વેરાઇ માતા ના મંદિરે આવેલ તળાવે પોહચી ત્યાં ભગવાન કૃષ્ણ ને સ્નાન કરાવી આરતી પ્રસાદ વગેરે ના આયોજન સાથે જળજિલણા અગીયારીસ ની ઉજવણી કરવામાં આવી.

તસ્વીર અહેવાલ નવીન ચૌધરી સુઇગામ

Contribute Your Support by Sharing this News: