જામનગરમાં વધુ એક હત્યના બનાવને લઇને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એક વખત સવાલો ઉઠયા છે. સરાજાહેર મારા-મારી, ગુંડાગીરી સહિતના બનાવો પરાકાષ્ટાએ પહોંચ્યા છે ત્યારે વધુ એક હત્યાના બનાવે શહેરમાં સનસનાટી ફેલાવી છે.પ્રાપ્ત વિગત અનુસાર જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલા સાધના કોલોની વિસ્તારમાં બીજા ઢાળીયા પાસે સોમવારે બપોરે 2 વાગ્યા આસપાસ વિક્રમસિંહ નારૂભા રાઠોડ અને દોલુભા નારૂભા રાઠોડ નામના બન્ને સગા ભાઇઓએ એક જ મકાનમાં સાથે રહેતા ભત્રીજા મહાવીરસિંહ ભાવેશસિંહ રાઠોડ (ઉ.વ. 20) નામના ભત્રીજા પર બોથડ પદાર્થના ઘા ફટકારી કરપીણ હત્યા નિપજાવી હતી. સોમવારે બપોરે કાકા-ભત્રીજા

ઓ વચ્ચે બંધ બારણે ઉગ્ર ચર્ચાઓ અને બોલાચાલી થયા બાદ કાકાઓએ ભત્રીજા પર હુમલો કરી માથાના ભાગે બોથડ પદાર્થના ઉપરા ઉપરી ઘા ઝીંકી ઘરમાં જ હિંચકારી હત્યા નિપજાવી હતી.જામનગરઃ જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં સાથે રહેતા બે કાકાઓએ તેના જ યુવાન ભત્રીજાને બેરહેમી પૂર્વક માર મારી કરપીણ હત્યા નિપજાવી નાસી છુટતા સનસનાટી મચી જવા પામી છે. પોલીસે ભત્રીજાની હત્યા નિપજાવી નાસી છુટેલા બન્ને આરોપીઓને શોધી કાઢવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ધંધા અને આર્થિક સંકળામણના કારણે સતત ઝઘડાઓ થતા હોવાને લઇને બન્ને કાકાઓએ આ હત્યા નિપજાવી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.હત્યા નિપજાવી બન્ને કાકાઓ ઉપરથી દરવાજો વાખી નાસી ગયા હતા. આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા સીટી ડીવાયએસપી અજયસિંહ જાડેજા, સીટી એ ડીવીઝન પીઆઇ તથા ડીસસ્ટાફ અને એલસીબી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા આ બનાવને લઇને ત્વરીત તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. બીજા માળે રહેતા મહાવીરસિંહનો લોહીથી ખરડાયેલો મૃતદેહ પોલીસે કબ્જે કર્યો હતો.દરમ્યાન શહેરમાં ખરીદી કરવા ગયેલા મૃતકના માતા ઘરે આવ્યા ત્યારે તેના આક્રદંથી વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ હતી. પોલીસ દ્વારા આજુ બાજુ રહેતા પાડોશીઓ અને તેના પરિવાર જનોના નિવેદનો નોંધયા હતા. જેમાં આ હત્યા બન્ને કાકાઓએ કરી હોવાની સામે આવ્યુ હતું.ફ્રૂટની લારી ચલાવતા બન્ને કાકાઓને છુટક મજૂરી કરતા ભત્રીજા વચ્ચે અવાર-નવાર માથાકૂટ થતી હતી. કામ ધંધા અને આર્થિક સંકળામણને કારણે વારેવારે થતા ઝગડાઓને લઇને આ બનાવ બન્યો હોવાનું પોલીસે પ્રાથમિક તારણ લગાવ્યું છે. પોલીસ દ્વારા હત્યા નિપજાવી નાસી છુટેલા બન્ને કાકાઓની શોધખોળ માટે તપાસ આરંભી છે. વધુ એક હત્યના બનાવને લઇને જામનગરમાં ચકચાર મચી જવા પામી છે.

બીજા સાથે સમાચાર શેર કરો.