ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લા ના શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ મેઘરજ તથા મખદુમ હાયર સેકન્ડરી શાખા મોડાસા ના સંયુક્ત ઉપક્રમે નેત્ર નિદાન સારવાર કેમ્પ તથા ઓપરેશન કેમ્પ યોજાયો હતો જેમાં ૧૯૨ દર્દીઓને તપાસતા (૧૯) દર્દી ઓ મોતિયાના ઓપરેશન કરાવવા માટે તૈયાર થયેલ હતા આ બધા દર્દીઓ ને મોતિયાના ઓપરેશન મફત અને નેત્રમણી આંખો ના ટીપાં દવા તથા ચશ્મા તદ ઉપરાંત રહેવા જમવાની મફત વ્યવસ્થા કરવામાં આવી હતી નેત્ર યજ્ઞ માં એમ.યુ.મનસુરી (પ્રિન્સીપાલ) શ્રી ભરતભાઈ પરમાર (રેસ ક્રોસ સોસાયટી) શ્રી નવીન મોદી શ્રી ઈકબાલભાઈ ઇપ્રોલીયા શ્રી હીરાભાઈ પટેલ (વકીલ) શ્રી નઈમભાઈ મેઘરેજી શ્રી મોહસીન બુલ્લા શ્રી રામબાપુ (પત્રકાર) વગેરે મહાનુભાવો ના સહકાર થી તથા P.R.O ભીખુભાઈ બામણીયા (જલારામ હોસ્પિટલ મેઘરજ) ની કુશળ કામગીરી થી આ નેત્ર યજ્ઞ સફડ રહ્યો હતો સંસ્થા ના પ્રમુખ ડૉ બંશીભાઈ પટેલ નો શુભેચ્છા સંદેશ નું પઠન કરવામાં આવ્યું હતું.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: