ગરવીતાકાત,અરવલ્લી: આજ રોજ બાયડ બેંક ઓફ બરોડા ના ૧૧૨ સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગ નિમિતે બાયડ તાલુકાના અમરાપુર ( વાલાની મુવાડી) ગામ ખાતે શાળા માં બાળકો ને પેન્સિલ રબ્બર સંચો જેવી ગિફ્ટ આપવામાં આવી અને ત્યાર બાદ બેંક ઓફ બરોડા ના ચીફ મેનેજર કે.સી.પ્રધાન ઓફિસર મહેન્દ્ર ચૌહાણ કૌશિક પંડ્યા સાગરભાઈ ગોરધનભાઈ નિર્મિત ઝાલા ચીમનભાઈ દ્વારા અમરાપુર ( વાલા ની મુવાડી) પ્રાથમિક શાળા માં વૃક્ષા રોપણ કર્યું હતું

અને વૃક્ષોનું જતન કરવા માટે પ્રેરિત કર્યા અને વૃક્ષો ના કાપવા માટે જાગૃતિ લાવવા માટે પ્રેરણા આપી આ પ્રસંગે શાળા ના આચાર્ય કાંતિભાઈ બ્રહ્મભટ્ટ મીનાબેન પટેલ મુકેશભાઇ તથા સમગ્ર સ્ટાફ હજાર રહ્યો હતો અને ગામ ના માજી.સરપંચ રામસિંહ રૂપસિંહ ઝાલા તથા ગામ ના આગેવાનો હાજર રહ્યા હતા

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

બીજા સાથે સમાચાર શેર કરો.